પ્રથમ દિવસે 100 મણ કપાસની આવક
ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે આજથી કપાસની હરાજીનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે કપાસની 100 મણ આવક થવા પામી છે. જ્યારે ઊંચો ભાવ મણે રૂ. 2525 સુધીના જોવા મળ્યા હતા. ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે કપાસની હરાજીનો આજથી શુભારંભ કરાયો છે. પ્રથમ દિવસે કપાસની 100 મણની આવક થવા પામી છે. જ્યારે નીચો ભાવ મણે રૂ 1500 અને ઊંચો ભાવ મણે રૂ.2525 સુધીના જોવા મળ્યા હતા. હરાજીમાં ઉનાવા એપીએમસીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ સહિત ડિરેક્ટર ગણ જોડાયા હતા. અન્ય આવકમાં એરંડા 341 બોરી સાથે ભાવ મણે રૂ. 1500 થી 1525 સુધીના જોવા મળ્યા હતા. જ્યારે રાયડો 12 બોરી સાથે ભાવ મણે રૂ 1480 સુધીના જોવા મળ્યા હતા.





