ઊંઝા શહેરમાં જાહેર માર્ગો પર આડેધડ લગાવામાં આવેલ છે જેના પર સવાલો ઉઠી રહ્યા છે આજે સવારના સમયે ફલકુ નાળા પાસે નગરપાલિકા કચેરીની બાજુમાં લગાવેલ નવરાત્રિ રમઝટનું બોર્ડ ધરાશયી થવા પામ્યું હતું જોકે બોર્ડ રોડ ઉપર પસાર થઈ રહેલ ગાડી પર પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો જોકે ગેટ ગાડી પર પડતા જાનહાનિ ટળી હતી. ઊંઝા શહેરમાં જાહેર માર્ગો પર આડેધડ બેનર અને હોર્ડિંગ લગાવવાની કામગીરી સામે હવે સવાલો ઉઠી રહ્યા છે. આજે સવારે હલકુંનાળા નજીક નગરપાલિકા કચેરીની બાજુમાં બનાવવામાં આવેલું નવરાત્રીના રમઝટનું ગેટ અચાનક ધરાશાયી થઈ રોડ પર પડ્યું હતું. આ દરમિયાન રોડ પરથી પસાર થઈ રહેલી એક ગાડી ઉપર ગેટ પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે, ગેટ ગાડી ઉપર પડવાની ઘટનાને પગલે આસપાસના લોકોમાં ચિંતા સાથે રોષ જોવા મળ્યો હતો. જાહેર માર્ગો પર બેનર, હોર્ડિંગ અને ગેટ લગાવતી વખતે સલામતીના નિયમોનું પાલન થાય છે કે નહીં તે અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. જવાબદાર તંત્ર દ્વારા આવા ગેટ અને બેનરોની મજબૂતાઈ તથા મંજૂરીની ચકાસણી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.





