રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા27 નવેમ્બર, 2024| Super Admin

ગામ લોકોની વર્ષોની રજુઆત અધ્ધરતાલ જૂનાડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રના દરજ્જાથી વંચિત

ગામ લોકોની વર્ષોની રજુઆત અધ્ધરતાલ જૂનાડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રના દરજ્જાથી વંચિત
ગામ સહિત આજુબાજુના ગામોની પ્રજાને હાલાકી: ડીસા તાલુકાનું સૌથી મોટુ જૂનાડીસા ગામ  આજુબાજુના 20 જેટલા ગામોનું સેન્ટર ગામ છે.તેથી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવા ગ્રામજનો વર્ષોથી ડીસા નાયબ કલેકટરથી માંડી તાલુકા આરોગ્ય અધિકારીને રજૂઆતો કરીને થાક્યા છે. તેમ છતાં તંત્ર તેમની વ્યાજબી માંગણી સંતોષતું નથી.જેને લઈ ગામ લોકોમાં આક્રોશની લાગણી છવાઈ છે. હાલમાં ખાનગી આરોગ્ય સેવા મોંઘીદાટ થઈ ગઈ છે.તેથી ગરીબ, મધ્યમ વર્ગ અને જરૂરિયાતમંદ લોકો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સેવાનો લાભ લે છે. પરંતુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કારણે લોકોને પૂરતી આરોગ્ય સેવા મળતી નથી.તેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવા ગ્રામ પંચાયતના લેટર પેડ પર જાગૃત નાગરિકો દ્વારા વર્ષોથી લેખિતમાં રજૂઆતો કરાય છે. નાયબ કલેકટરથી માંડી તાલુકા આરોગ્ય અધિકારીને રજૂઆતો કરીને લોકો કંટાળ્યા છે. ધારાસભ્યે પણ ભલામણ કરી છે. તેમ છતાં નઘરોળ વહીવટી તંત્ર ગામલોકોની વ્યાજબી રજુઆત કાને ધરતું નથી.તેથી ગામ લોકોની હાડમારીઓ વધી પડી છે. ઉલ્લેખનીય છે કે આરોગ્ય કેન્દ્રના જર્જરીત મકાનને નવું બનાવવા ગ્રામ પંચાયતના ઠરાવના આધારે જિલ્લા પંચાયતે ઠરાવ કરતા તત્કાલીન જિલ્લા આરોગ્ય અધિકારીએ મકાન નવું બનાવવા આદેશ પણ કર્યો છે તેમ છતાં વર્ષોથી તેમના આદેશની પણ અવગણના કરવામાં આવે છે. તેથી તંત્ર પ્રત્યે ગામલોકોમાં આક્રોશની લાગણી છવાઈ છે.

સંબંધિત સમાચાર