રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા8 સપ્ટેમ્બર, 2026| Super Admin

વડગામ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન વાઈસ ચેરમેનની બિનહરીફ વરણી

વડગામ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન વાઈસ ચેરમેનની બિનહરીફ વરણી

અંદાજે વાર્ષિક વીસ કરોડનું ટનૅઓવર કરતી વડગામ તાલુકાના ખેડૂતો ની સંસ્થા  વડગામ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના સંચાલક મંડળના  16, ડિરેક્ટરોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જે સંદર્ભે ચેરમેન વાઈસ ચેરમેનની વરણી કરવા ચુંટણી અધિકારી, પ્રાંત અધિકારી પાલનપુર ડો.ડી.એ.ભારાઈની અધ્યક્ષતામાં મંગળવારે તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ વડગામ ખાતે સંચાલક મંડળની બેઠક યોજાઈ હતી.

 જેમાં ચેરમેન તરીકે કેશરભાઈ પી.ચૌધરી (કે.પી.) તથા વાઈસ ચેરમેન યાસીનખાન જુણકીયાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. નવનિયુક્ત ચેરમેન, વાઈસ ચેરમેનનું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા ચુંટણી અધિકારી સહિત જિલ્લા તાલુકાના અધિકારીઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. મેનેજર વિનોદભાઈ ચૌધરી, સેક્રેટરી માંઘજીભાઈ જી.ધુળીયા સહિત તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના વહીવટી સ્ટાફ દ્વારા ચુંટણી પ્રક્રિયાનું સફળ સંચાલન કર્યું હતું. એપીએમસી ચેરમેન પરથીભાઈ લોહ, પુવૅ ચેરમેન કાળુભાઈ રાતડા, વાઈસ ચેરમેન ભગવાન સિંહ સોલંકી સહિત તમામ સહકારી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર