રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા25 મે, 2026| Super Admin

ઊંઝા તા. પંચાયતને મળ્યું નવું શાસન: ત્રણેય મુખ્ય હોદ્દાઓ પર સર્વાનુમતે વરણી

ઊંઝા તા. પંચાયતને મળ્યું નવું શાસન: ત્રણેય મુખ્ય હોદ્દાઓ પર સર્વાનુમતે વરણી

પ્રમુખ તરીકે દાસજ બેઠકના હિનલબેન નાગજીભાઈ દેસાઈની સર્વાનુમતે વરણી 

ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને લઈ આજે ઊંઝા તાલુકા પંચાયત ખાતે બેઠક યોજાઈ હતી જેમાં પ્રમુખ તરીકે હિનલબેન દેસાઈની પસંદગી કરાઈ છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે કશ્યપ સુરેશભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ઊંઝા તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોના નામોની મેન્ડેડ મુજબ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ પદે હિનલબેન દેસાઈ, ઉપપ્રમુખ પદે કશ્યપ પટેલ તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશભાઈ પટેલ ના નામની ભાજપ દ્વારા મેન્ડેડ સાથે જાહેરાત કરવામાં આવી છે. જે બાદ આજે સાંજે ત્રણ કલાકે ઊંઝા તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને લઈ બેઠક યોજાઈ હતી જેમાં સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી નવા હોદ્દેદારો ના નામો ની જાહેરાત થતા કાર્યકરો અને શુભેચ્છકો તરફથી અભિનંદનનો વરસાદ જોવા મળ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરની તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક પ્રદર્શન કરતાં તમામ 18 બેઠકો પર વિજય મેળવી સંપૂર્ણ કબ્જો મેળવ્યો હતો. ઊંઝા ધારાસભ્ય કે કે પટેલના  માર્ગદર્શન હેઠળ અને તાલુકા પ્રમુખ હર્ષદભાઈ પટેલના નેતૃત્વ માં પક્ષે તમામ બેઠકો જીતતા રાજકીય વર્તુળોમાં આ જીતને મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે તાલુકા મહામંત્રી યોગેશભાઈ પટેલ, રાહુલજી ઠાકોર મહામંત્રી ઊંઝા તાલુકા, ઊંઝા તાલુકા ભાજપ સંગઠન તથા પક્ષના સૌ કર્મઠ સનિષ્ઠ કાર્યકર્તાઓ દ્વારા આ 18 સીટો ઉપર વિજય મેળવવા માટે ચૂંટણી નું માઇક્રો મેનેજમેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયતના નવા હોદ્દેદારો હવે વિકાસલક્ષી કાર્યોને વધુ વેગ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કાર્યકમમાં ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદભાઈ પટેલ સહિત હોદેદારો અને તાલુકા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ટેગ્સ:#Unjha

સંબંધિત સમાચાર