રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા31 માર્ચ, 2026| Super Admin

ઉંઝાના કોર્પોરેટરની સફળ રજૂઆત, વણાગલા રોડ પર નવીન વીજ ફીડર માટે ૨ વીઘા જમીન ફાળવાઈ

ઉંઝાના કોર્પોરેટરની સફળ રજૂઆત, વણાગલા રોડ પર નવીન વીજ ફીડર માટે ૨ વીઘા જમીન ફાળવાઈ

ઉંઝા નગરપાલિકાના વોર્ડ નં.૫ ના કોર્પોરેટર અલ્કેશભાઈ પટેલ દ્વારા રામપુરા ફિડરમાં વારંવાર વિજ પુરવઠો ખોરવાતાં પડતી હાલાકી બાબતે ઉત્તર ગુજરાત વિજ કંપની મહેસાણાના મેનેજીંગ ડિરેક્ટરને ઈમેલ દ્વારા લેખિત રજૂઆત કરાઈ હતી. જે રજુઆતને નવ માસ બાદ ઉત્તર ગુજરાત વીજ કંપની એ નવીન ફીડર માટે વણાગલા રોડ પર ૨ વીઘા જમીન ફાળવણી કરવામાં આવી છે. 

ઊંઝામાં સૌથી મોટો વિસ્તાર ધરાવતુ ફીડર રામપુરા ફિડર છે. રામપુરા ફિડરનું વિસ્તાર અને વિજળીનો લોડ ઘટાડવા આજદિન સુધી કોઈજ પગલાં લેવાયા નહોતાં. છેવટે ઊર્જામંત્રી તથા મુખ્યમંત્રી સમક્ષ ઉગ્ર રજુઆત કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. જે વાત ને નવ મહિના બાદ આજરોજ રામપુરા ફીડરમાં ઉનાળામાં વીજ પુરવઠો ખોરવાતો અને પડતી હાલાકીમાંથી બચવા નવો વૈજનાથ મહાદેવ ફીડર બનાવવા ઉત્તર ગુજરાત વીજ કંપનીને કરેલ રજૂઆતને પગલે ઉત્તર ગુજરાત વીજ કંપની એ નવીન ફીડર વણાગલા રોડ ઊંઝા એગ્રો કંપનીની બાજુમાં ૩૭૫૦સ્ક્વેર મીટર એટલે ૨ વીઘા જમીન ફાળવણી કરતા વોર્ડ નં.૫ ના રહીશોએ હાશકારો અનુભવ્યો છે. 

ઊંઝા ધારાસભ્ય તથા નગરપાલિકા પૂર્વ પ્રમુખ જિજ્ઞાબેન પટેલ વારંવાર રજૂઆત કરી જમીન સંપાદનનું કામ પૂર્ણ કરેલ છે. આ સમયે ડી.એલ.આર. સર્વેયર ભાવશીભાઈ રાજપુત, સર્કલ નરેન્દ્રભાઈ આચાર્ય તથા ઊંઝા તલાટી કિર્તીભાઈ ઠાકોરની ઉપસ્થિતિમાં જમીન સંપાદનનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર