રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા6 માર્ચ, 2025| Super Admin

ઊંઝા આંગણવાડી બહેનો દ્રારા વિવિધ માંગણીઓ મુદ્દે મામલતદાર અને ઊંઝા ધારાસભ્યને રજૂઆત

ઊંઝા આંગણવાડી બહેનો દ્રારા વિવિધ માંગણીઓ મુદ્દે મામલતદાર અને ઊંઝા ધારાસભ્યને રજૂઆત
વિવિધ પડતર માગણીઓ મુદ્દે આવેદનપત્ર; ઊંઝા આંગણવાડી કાર્યકર અને હેલ્પર દ્રારા તેઓની વિવિધ માગણીઓ મુદે આજે ઊંઝા મામલતદાર અને ઊંઝા ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું હતું. વર્ષ 2025-26 ના ગુજરાતના બજેટમાં આંગણવાડી વર્કર અને હેલ્પરને કરાયેલ અન્યાય મુદ્દે પ્રશ્નોના ઉકેલ લાવવા માંગ કરાઇ છે. રજૂઆતમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 25,26 નું જે બજેટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે તેનાથી ગુજરાતની એક લાખ દસ હજાર આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો ખૂબ જ નારાજ છે અને રોશિત છે.નામદાર ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપીને આંગણવાડી વર્કર તથા હેલ્પરોને કાયમી કરવા તથા તેઓને ત્રીજા તથા ચોથા વર્ગનું મળતું લઘુતમ વેતન આપવા જણાવેલ છે. પરંતુ આ બજેટમાં આ બાબતે કોઈ જોગવાઈ કરાઈ નથી. બજેટમાં માત્ર આંગણવાડી વર્કર હેલ્પર અને મીની આંગણવાડી વર્કર માટે માનદવેતનના માત્ર રૂપિયા 1241 કરોડ રૂપિયા ફાળવ્યા હોવાનું જાહેર કરાયું છે. જે સંપૂર્ણપણે અધૂરું છે અને આ બહેનોના વેતનમાં કેટલો વધારો થશે તેની કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પડોશી રાજ્ય એવા મહારાષ્ટ્રમાં ભાજપની જ સરકારે આંગણવાડી વર્કર નો પગાર 15000 કરેલ છે. તથા હેલ્પર ને રૂપિયા 9000 ચૂકવવાનો નિર્ણય કરેલ છે. જ્યારે દેશના મોટાભાગના રાજ્યોમાં ગુજરાત કરતા આંગણવાડી વર્કર અને હેલ્પર ને વધુ પગાર ચૂકવવામાં આવે છે. આંગણવાડી વર્કર તથા હેલ્પર બેનો લાંબા સમયથી ગુજરાત સરકાર પાસે પોતાના પ્રશ્નોની રજૂઆત કરી રહી છે તારીખ 9 ફેબ્રુઆરીના રોજ બજેટ પૂર્વે પણ અમદાવાદમાં 5,000 થી વધુ બહેનોની રેલી યોજી હતી તથા પોતાની 22 જેટલી માગણીઓ માટે આપને લેખિત પત્ર દ્વારા જાણ કરી હતી. રેલી બાદ પણ આપને પત્ર દ્વારા બેઠક યોજવા માટેની માગણી કરી હતી. ઉપરોક્ત માગણીયો સહિતની 22 જેટલી માગણીઓ માટે બજેટ બેઠક દરમિયાન યુનિયનો સાથે તાત્કાલિક બેઠક યોજી પ્રશ્નોનો ઉકેલ લાવવા આપને વિનંતી કરવામાં આવે છે. આ આંગણવાડી બહેનો છેલ્લા 2022 પછીથી સતત રજૂઆત અને આંદોલન કરી રહેલ છે અને તેઓની ધીરજનો અંત આવેલ છે અને તેથી આપને જણાવવામાં આવે છે કે જો બજેટ સત્ર દરમિયાન બેઠક યોજવામાં નહીં આવે તો ના છૂટકે આ બહેનોએ બંધારણીય માર્ગે અને શાંતિપૂર્ણ રીતે આંદોલનના કાર્યક્રમો કરવાની ફરજ પડશે જે જાણ કરીએ છીએ.

સંબંધિત સમાચાર