રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 એપ્રિલ, 2025| Super Admin

ભયાનક બ્લાસ્ટની ઘટના બાદ તંત્ર દ્વારા તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ; ડીસામાં ફટાકડાની વધુ બે દુકાનો સીલ

ભયાનક બ્લાસ્ટની ઘટના બાદ તંત્ર દ્વારા તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ; ડીસામાં ફટાકડાની વધુ બે દુકાનો સીલ

ડીસા શહેરની ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટની ઘટના બાદ તંત્ર દ્વારા તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ફટાકડાઓની દુકાનોમાં ગોડાઉનમાં તપાસ હાથ ધરી સખત પગલાં લેવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડીસા શહેર મામલતદાર દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ફટાકડાના વેપારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ કાર્યવાહીના ભાગરૂપે, ઘટના બાદ તાત્કાલિક અસરથી ફટાકડાની વધુ બે દુકાનોને સીલ કરવામાં આવી છે. આ દુકાનો ગાંધીચોક વિસ્તાર સહિત બજારમાં આવેલી છે. મામલતદાર દ્વારા સ્થળ પર જઈને આ દુકાનોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાના બે દિવસ અગાઉ પણ તંત્ર દ્વારા ફટાકડાનું એક મોટું ગોડાઉન સીલ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન, ફટાકડાના વેપારીઓ પાસેથી તેમના લાઈસન્સ પણ પરત લેવામાં આવી રહ્યા છે. આ પગલું એટલા માટે લેવામાં આવી રહ્યું છે જેથી કરીને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો જોખમી વેપાર ન થાય. શહેર મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને જે કોઈ પણ વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરતું જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ ફટાકડાના વેપાર અને સંગ્રહ અંગે કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક તંત્રને જાણ કરે.

સંબંધિત સમાચાર