રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા18 ઑગસ્ટ, 2025| Super Admin

દાંતીવાડા ના ગ્રામીણ વિસ્તારોમા હજી પણ દેશી કાનુડાની પરંપરા યથાવત

દાંતીવાડા ના ગ્રામીણ વિસ્તારોમા હજી પણ દેશી કાનુડાની પરંપરા યથાવત
બહેનો પિયરમાં આવી સખીઓ સાથે નાચગાન કરી બાળપણની યાદો તાજી કરી; જન્માષ્ટમીના પાવન પર્વે દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પર્વને અનોખી પરંપરાગત રીતથી ઉજવવામાં આવે છે. અહીંની મહિલાઓ સાંજના સમયે તળાવ માંથી કાચી માટી લાવી કૃષ્ણની મૂર્તિ બનાવી પૂજા અર્ચના કરી ને સમુહમાં દેશી ઢોલના તાલે નાચગાન કરી કાનુડો રમીને બાળપણની યાદો તાજી કરી અનેરો આનંદ માણે છે. દાંતીવાડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં આ પરંપરા માત્ર ઉત્સવ નથી, પરંતુ સંસ્કૃતિ અને સંબંધોની મીઠી યાદ છે. આ પર્વે મહિલાઓના પિયરમાં આવવાની અને બાળપણની યાદોને તાજી કરવાની પરંપરા આજીવન જીવંત રહે છે. આ પંથકમાં જન્માષ્ટમીની આ પરંપરાગત ઉજવણી માત્ર એક ધાર્મિક પર્વ નથી, પરંતુ સમાજના સાંસ્કૃતિક વારસાનું પ્રતિબિંબ છે. આ રીતે દાંતીવાડા પંથકમાં જન્માષ્ટમીની ઉજવણી અનોખી ઓળખ ધરાવે છે. દાંતીવાડા તાલુકાના આકોલી ગામે વર્ષોથી અલગ અલગ સમાજ દ્રારા કાનુડા બનાવી ઉત્સવ કરવામા આવતો હતો પરંતુ આ વર્ષે ગામના નવનિયુક્ત મહીલા સરપંચ ગોમતીબેન માળી અને ગામના આગેવાનો દ્રારા અલગ અલગ સમાજના બનાવેલ કાનુડા ને એક જ ધાર્મિક જ્ગ્યાએ રાખી ભોજન પ્રસાદી કરાવીને જન્માષ્ટમી પર્વની અનોખી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર