રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા1 ડિસેમ્બર, 2024| Super Admin

વાવ ની રાઘાનેસડા ગામ ના ખેડૂતો ને સિંચાઇ માટે કેનાલ નું પાણી ન મળતાં ઢોલ વગાડી ઉગ્ર વિરોધ પ્રદશન

વાવ ની રાઘાનેસડા ગામ ના ખેડૂતો ને સિંચાઇ માટે કેનાલ નું પાણી ન મળતાં ઢોલ વગાડી ઉગ્ર વિરોધ પ્રદશન

વાવ ની રાઘાનેસડા ગામ ના ખેડૂતો ને સિંચાઇ માટે કેનાલ નું પાણી ન મળતાં કેનાલ માં બળતણ કરી ઢોલ વગાડી ઉગ્ર વિરોધ પ્રદશન કર્યું વાવ તાલુકાની સરહદી પાક સીમાડે આવેલા રાઘનેસડા ગામે આકોલી  બ્રન્ચ માંથી રાઘનેસડા માઇનોર પસાર થાય છે. આ કેનાલ માં છેલ્લા એક માસ થી પાણી છોડાતું નથી અત્યારે રવિ સિઝન ચાલુ હોઈ ખેડૂતો એ મોંઘા ડાટ બિયારણો તેમજ ખાતર લાવી જીરા સહિત અન્ય રવિ પાકો નું વાવેતર કરેલ છે. પાણી ના અભાવે રવિ પાક મુરઝાઈ રહ્યો છે.ખેડૂતો ની નર્મદા કેનાલ ના અધિકારી ઓ ને વારંવાર રજૂઆતો કરવા છતાં માત્ર પોકળ વચનો અપાય છે પાણી અપાતું નથી. જેથી કરીને ગતરોજ રાઘાનેસડા ના ખેડૂતો એ અધિકારીઓ ના કાન ખોલવા માટે કેનાલ માં બળતણ કરી ઢોલ વગાડી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. 

વધુ માં આ પંથકના ખેડૂતો એ જણાવ્યું હતું કે પાણી નહીં છીડવામાં આવેતો અમો ભૂખ હડતાળ ઉપર ઉતરીશું ખેડૂતો નો અનોખો વિરોધ છતાં નર્મદા નિગમ ના અધિકારી ઓ નું પેટ નું પાણી હલતું નથી હાલ તો સિંચાઇ માં પાણી ના અભાવે રાધાનેસડા ગામના ખેડૂતો એ100 એકર થી વધુ જમીન માં વાવેલો રવિ પાક પાણીના અભાવે મુરઝાઈ રહ્યો છે.

સંબંધિત સમાચાર