થરાદ 108ની ટીમે ૧ લાખ એકતાલીસ હજાર રૂપિયા દર્દીના પરિવાર ને પરત કર્યા

દુધવા ગામ પાસે બાઈક ચાલકને અકસ્માત થતાં ગંભીર ઇજા પહોંચી હતી; ઈમરજન્સી સેવાઓ આપાતકાલીન પરિસ્થિતિમાં અને છેવાડાના વિસ્તારો સુધી પહોંચીને દેવદૂત સમાન અવિરત કામ કરે છે. એવી જ રીતે આજ રોજ થરાદ ૧૦૮ ના સ્ટાફ દ્વારા પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
દુધવા ગામનો અકસ્માત નો કેસ મળ્યો હતો એક ૩૫ વર્ષીય જીવાભાઈ નાગજી પટેલ રહે વાઘાસણ બાઈક ચાલક થરાદ માર્કેટ યાર્ડ થી ઘરે પરત આવી રહ્યા હતાં દુધવા ગામ પાસે બાઈક અને કાર સાથે અકસ્માત સર્જાયો હતો બાઈક અથડાવાથી બાઈક પરથી પડી ગયા હતા અને માથાના ભાગ ઉપર ગંભીર ઈજા થઈ હતી. ત્યારે રાહદારી દ્વારા 108 એમ્બ્યુલન્સને કોલ કરતા તરત જ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. અને 108 એમ્બ્યુલન્સ સ્ટાફ માં પેરા મેડિકલ પ્રદીપ હડીયોલ અને પાયલોટ પીરાભાઈ નાઈ ૧૦૮ એમ્બ્યુલન્સ માં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે થરાદ ની જે જે હોસ્પિટલ માં સારવાર અર્થે લઈ ગયા હતા. જીવાભાઈ નાગજીભાઈ પટેલ એમની જોડે થી રોકડ રકમ ૧.૪૧ લાખ ૧ લાખ અને એકતાલીસ હજાર રૂપિયા અને મોબાઈલ પાકીટ બાઈકની ચાવી ડોક્યુમેન્ટ એમના ઘરના સંબધી પાતાભાઈ પટેલ રાજકોટ ને આપેલ પરિવારજનો દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સ ની સેવા અને પ્રમાણિકતા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જનતાને સાચા રસ્તે ચાલી ઈમાનદારી દાખવવા જણાવ્યું હતું.
ટેગ્સ:#road accident#Bike-Car Collision#108 Ambulance Service#Emergency Medical Care#Honesty in Public Service#Rural Healthcare Access#First Aid Response#JJ Hospital Tharad#Dudhwa Village Incident#Trust in Emergency Workers#Tharad District
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
