રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા12 ઑગસ્ટ, 2026| Super Admin

અંબાજીમાં ધીમીધારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં : વાહનચાલકો પરેશાન

અંબાજીમાં ધીમીધારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં : વાહનચાલકો પરેશાન

હવામાન વિભાગની આગાહી વચ્ચે અંબાજી પંથકમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થતાં સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

અંબાજી પોલીસ સ્ટેશન સામેના હાઈવે પર વરસાદી પાણી ઘૂંટણસમા ભરાઈ જતા વાહનચાલકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી. થોડા વરસાદમાં જ આ માર્ગ પર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી હોવાથી સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. અંબાજી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે અરવલ્લીની ગિરિમાળાઓમાં પણ મેઘરાજાની પધરામણી થતાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી હતી. દાંતા અને હડાદ તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, અંબાજી પોલીસ સ્ટેશન સામેના રોડ પર વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે. તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ટેગ્સ:#Ambaji

સંબંધિત સમાચાર