રખેવાળ
બ્રેકિંગ
પાટણ31 જાન્યુઆરી, 2025| Super Admin

ગેરકાયદેસર રીતે ડિઝલનું વેચાણ કરવા સંગ્રહ કરેલ ૧૦૫ લિટર ડીઝલ નો જથ્થો ઝડપી લેતી SOG પોલીસ

ગેરકાયદેસર રીતે ડિઝલનું વેચાણ કરવા સંગ્રહ કરેલ ૧૦૫ લિટર ડીઝલ નો જથ્થો ઝડપી લેતી SOG પોલીસ

ગુનામાં સંડોવાયેલા અને પોલીસ પકડથી દુર રહેલા શખ્સ સામે કાયૅવાહી હાથ ધરી પાટણ એસ.ઓ.જી ટીમે બાતમીના આધારે સરસ્વતી તાલુકાના મેલુસણ ગામના શખ્સ દ્વારા ગેરકાયદેસર ડિઝલનું વેચાણ કરવા સંગ્રહ કરી રાખેલ ડીઝલના ૧૦૫ લીટર જથ્થા સહિત ના મુદામાલ ને ઝડપી આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ મિલ્કત સંબંધિત ગુન્હા શોધી કાઢવા કરેલ સૂચના આધારે પો.ઇન્સ.જે.જી.સોલંકી એસ.ઓ.જી.પાટણનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પાટણ ટીમના માણસોએ એક્શન પ્લાન બનાવી સરસ્વતી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે, પાટણ થી શિહોરી હાઇવે રોડ ઉપર મેલુસણ ગામથી થોડેક આગળ વળાંક ઉપર જમણી સાઇડમા દેસાઇ કિરણભાઇ બાબુભાઇ રહે મેલુસણ તા સરસ્વતીવાળો પોતાના પાર્લર પાછળના ભાગે છળ-કપટથી અલગ અલગ ગાડીઓમાથી ડીઝલ લઈને ભેગુ કરી અન્ય આજુબાજુના ગામના માણસોને વેચાણે આપવા સારુ ડીઝલ કેરબાઓમા ભરી રાખેલ છે. જે હકીકત આધારે સદર જગ્યાએ ટીમે રેડ કરતાં હકીકતવાળા પાર્લરના પાછળના ભાગે અલગ-અલગ માપના ડીઝલના ભરેલ કેરબાઓ મળી આવેલ જેમાં પ્લાસ્ટીકના કેરબા નંગ-૦૫ જેમાં ૧૦૫ લીટર ડીઝલ ભરેલ, પતરાનુ ડીઝલ માપવા સારુનુ માપીયુ, સ્પ્લેન્ડર મો.સા નંગ ૦૧ તથા મોબાઇલ નંગ-૦૧ કુલ મળી કુલ કિ.રૂ. ૪૯,૯૫૦ નો મુદામાલ બી.એન.એસ. કલમ-૧૦૬ મુજબ કબ્જે કરી ગુનામાં સંડોવાયેલા અને પોલીસ પકડથી દુર એવા દેસાઇ કિરણભાઈ બાબુભાઈ રહે મેલુસણ તા સરસ્વતી વાળાને ઝડપી લેવા અને આગળની કાર્યવાહી કરવા સારૂ જરૂરી કાગળો તથા હસ્તગત કરેલ મુદ્દામાલ સરસ્વતી પો.સ્ટે.ને સુપ્રત કરેલ હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર