રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
મહેસાણા1 ડિસેમ્બર, 2025| Super Admin

રાધનપુર ખાતે રબારી સમાજ શૈક્ષણિક સંકુલમાં સમાજ અર્પણ સમારોહ યોજાયો

રાધનપુર ખાતે રબારી સમાજ શૈક્ષણિક સંકુલમાં સમાજ અર્પણ સમારોહ યોજાયો
દેશી ગાયના ઝરણની પહેલી ડેરી રાધનપુરમાં શરૂ કરી છે : વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાધનપુર ખાતે શ્રી દુધરેજ વડવાળા સંસ્કારધામ ટ્રસ્ટ સંચાલિત રબારી સમાજ શૈક્ષણિક સંકુલમાં ગતરોજ ભવ્ય સમાજ અર્પણ સમારોહ યોજાયો હતો. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મહંત શ્રી કનીરામ દાસજી મહારાજની આગેવાનીમાં રબારી સમાજના સર્વાંગી વિકાસ, શિક્ષણક્ષેત્રની પ્રગતિ અને સંસ્કાર સંવર્ધન જેવા હેતુઓને ધ્યાનમાં રાખીને આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મહંતશ્રી કનિરામ બાપુ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે રબારી સમાજ શિક્ષણ સંકુલના લોકાર્પણથી કરવામાં આવી હતી. ત્યારબાદ દીપપ્રજ્વલન કરીને કાર્યક્રમને સકારાત્મક શરૂઆત આપવામાં આવી હતી. આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોતાના જીવનના સંસ્મરણો વ્યક્ત કરતા જણાવ્યું કે રબારી–માલધારી સમાજે ગૌ સંવર્ધન અને પરંપરાગત મૂલ્યોનું જતન કરીને સમાજને વિશેષ ઓળખ અપાવી છે.તેમણે ગૌશાળાઓ અને દેશી ગાયના સંવર્ધન અંગે ચર્ચા કરતાં જણાવ્યું કે “ભારત વર્ષમાં દેશી ગાયના ઝરણની પહેલી ડેરી રાધનપુરમાં શરૂ કરી છે અને આ કાર્યને વધુ વિસ્તૃત કરીને આગળ લઈ જવાનું છે.મહંતશ્રી કનિરામ દાસજી મહારાજે જણાવ્યું કે શિક્ષણ, સંસ્કાર અને શિસ્તના આધારે સમાજના દિકરા–દિકરીઓને આગળ વધારવાનું પવિત્ર કાર્ય સંસ્થાના માધ્યમથી સતત કરવામાં આવશે. લાયબ્રેરીમાં સેવા આપતા યુવાનો તથા તેમના માતા પિતાને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.કાર્યક્રમ દરમિયાન સમાજના વરિષ્ઠ આગેવાનો તથા મહાનુભાવો દ્વારા યુવાનોને ઉચ્ચ શિક્ષણ, રાષ્ટ્રભાવના, નૈતિક મૂલ્યો અને સમાજ પ્રત્યેની જવાબદારીઓ સાથે જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.  

સંબંધિત સમાચાર