રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા18 એપ્રિલ, 2026| Super Admin

ડીસામાં ગટરના પાણીથી ત્રાહિમામ, વોર્ડ-૯ ના રહીશોનો ચૂંટણી બહિષ્કારનો મિજાજ

ડીસામાં ગટરના પાણીથી ત્રાહિમામ, વોર્ડ-૯ ના રહીશોનો ચૂંટણી બહિષ્કારનો મિજાજ

મદ્રેસા-એ-ગૌશિયા પાસે ગટરો ઉભરાતા અખ્ખર ચોક સુધી ગંદકીનું સામ્રાજ્ય

ડીસા નગરપાલિકા દ્વારા એકતરફ વિકાસના મસમોટા દાવા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ વોર્ડ નં. ૯ ના રહીશો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરો ઉભરાવાની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે, જેના કારણે સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, ડીસામાં મદ્રેસા-એ-ગૌશિયા નજીક આવેલી ભૂગર્ભ ગટર અઠવાડિયામાં પાંચ-પાંચ દિવસ ઉભરાતી રહે છે. ગટરના ગંદા પાણી વહીને અક્ષર ચોક સુધી પહોંચી જતાં માર્ગો પર ગંદકીના સરોવરો ભરાયા છે. આ દુર્ગંધ મારતા પાણીમાંથી પસાર થવું સ્થાનિક રહીશો અને રાહદારીઓ માટે મુશ્કેલ બન્યું છે.

આ બાબતે સામાજિક કાર્યકર ઇસ્માઈલભાઈ શેખે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા ઘર વેરો અને સફાઈ વેરો નિયમિત ઉઘરાવવામાં આવે છે, તો પછી સુવિધા આપવામાં કેમ પાછીપાની કરવામાં આવે છે? જાગૃત નાગરિક કય્યુમભાઈ શેખે આક્ષેપ કર્યો હતો કે, અનેકવાર રજૂઆતો કરવા છતાં આ વિસ્તાર લઘુમતી બહુમતી ધરાવતો હોવાથી પાલિકા દ્વારા ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું છે.

સંબંધિત સમાચાર