હારીજ માર્કેટયાર્ડમાં એક માસમાં 50 હજારથી વધુ તુવેર બોરીની રેકોર્ડબ્રેક આવક

ખેડૂતોને 20 કિલો દીઠ 1400 થી 1600 રૂપિયાના ભાવ મળી રહ્યા છે
હારીજ માર્કેટ યાર્ડમાં તુવેરની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ છે. છેલ્લા એક માસમાં 50 હજારથી વધુ બોરી તુવેરની આવક થઈ છે, જેનાથી ખેડૂતોને સારા ભાવ મળ્યા છે.ચાલુ વર્ષે હારીજ તાલુકામાં તુવેરના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ઓછા ખર્ચે સારું ઉત્પાદન મળતું હોવાથી ખેડૂતો દિવેલા અને રાયડા જેવા પાકો છોડી ફરી તુવેર તરફ વળ્યા છે. યાર્ડમાં છેલ્લા એક માસથી તુવેરના ઢગલા જોવા મળી રહ્યા છે, જેમાં દૈનિક 2500 થી 3000 બોરીની આવક થઈ રહી છે. યાર્ડના ચેરમેને જણાવ્યું હતું કે, આ અત્યાર સુધીની સૌથી વધુ તુવેરની આવક નોધાઈ છે.લગભગ 50 વર્ષ પહેલાં હારીજ વિસ્તારમાં તુવેરનું વાવેતર બિનપિયત થતું હતું. જોકે, ટ્યુબવેલ બન્યા પછી પાણીની સગવડવાળા વિસ્તારોમાં ખેડૂતો જીરું, ઇસબગુલ, રાયડો, દિવેલા અને ઘઉં જેવા રવિ પાકો તરફ વળ્યા હતા, જેના કારણે તુવેરનું વાવેતર નહિવત્ થઈ ગયું હતું. હવે ફરીથી ખેડૂતોએ તુવેરની ખેતી અપનાવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.
તુવર ના વાવેતર મામલે ખેડૂતો એ જણાવ્યું કે, દિવેલા કે રાયડાના પાકમાં પહેલાં વીઘે 40 થી 50 મણ ઉત્પાદન મળતું હતું, જે હવે ઘટીને સરેરાશ 20 થી 25 મણ થઈ ગયું છે. આથી, તેમણે ચાલુ વર્ષે ચોમાસામાં તુવેરનું વાવેતર કર્યું હતું. લગભગ 7 મહિના સુધી તુવેર ઊભી રહી અને વીઘે 35 થી 40 મણનું ઉત્પાદન મળ્યું હોવાનું જણાવ્યું હતું. એક મણ દીઠ 1500 રૂપિયાથી વધુ ભાવ મળતા, તુવેરમાં ઓછો ખર્ચ અને સારો ફાયદો થયો હોવાનું પણ ખેડૂતોએ જણાવ્યું હતું.માર્કેટયાર્ડના સેક્રેટરી ના જણાવ્યા મુજબ, એક માસમાં તુવેરની અંદાજિત 50 હજારથી વધુ બોરીઓની આવક રહી છે. ખેડૂતોને 20 કિલો દીઠ 1400 થી 1600 રૂપિયાના ભાવ મળી રહ્યા છે.
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં ગટરની સમસ્યાથી તોબા: લોકોએ પ્રમુખ અને ચીફ ઓફિસરના પૂતળા પાણીમાં તરતા મૂક્યા
22 કલાક પહેલા
પાટણપાટણ LCBની મેગા સ્ટ્રાઈક: રથયાત્રા પહેલા હથિયાર બનાવવાની સામગ્રી સાથે 6 શખ્સો પકડાયા
1 દિવસ પહેલા
પાટણકુંભાણામાં તસ્કરોનો આતંક: બંધ મકાનને નિશાન બનાવી લાખોની ચોરી
2 દિવસ પહેલા
પાટણચાણસ્માની ગર્લ્સ સ્કૂલની કોમ્પ્યુટર લેબમાં શોર્ટ સર્કિટથી આગ, ₹૭ લાખનું નુકસાન
2 દિવસ પહેલા
