રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા26 ફેબ્રુઆરી, 2025| Super Admin

ઉનાળાની શરૂઆત થતા જ ડીસામાં ઠંડાપીણા અને પેપ્સીની ફેક્ટરી ઉપર દરોડા

ઉનાળાની શરૂઆત થતા જ ડીસામાં ઠંડાપીણા અને પેપ્સીની ફેક્ટરી ઉપર દરોડા
જાગૃત નાગરિકની અરજીથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી; ડીસામાં ઉનાળાની શરૂઆત થતા જ ઠંડા પીણાં અને પેપ્સીની ફેક્ટરીઓ ધમધમવા લાગી છે. ત્યારે જાગૃત નાગરિકની ફરિયાદને પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ડીસામાં આવેલ રજવાડી ગૃહ ઉદ્યોગ નામની ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા.જાગૃત નાગરિકે સ્વચ્છતા, એક્સપાયરી ડેટ અને હલકી ગુણવત્તાવાળી પેપ્સી અને ઠંડાપીણાં બનતા હોવાનો આક્ષેપ કર્યો હતો.જેને પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રજવાડી લેમન, રજવાડી જીરા મસાલા અને રજવાડી મેંગો નામના 4 ઠંડા પીણાંના નમૂના લીધા હતા.આ નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડીસાના જાગૃત નાગરિકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં અરજી કરી હતી.તેમણે રજવાડી ગૃહ ઉદ્યોગમાં બનતા પીણાંની ગુણવત્તા અંગે શંકા વ્યક્ત કરી હતી. તેમની અરજીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સેમ્પલના પરિણામો આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

સંબંધિત સમાચાર