પાટણમાં આઇકોનિક બસ સ્ટેશનના રૂટ પરના દબાણો દુર કરાયા

દુર કરાયેલા દબાણો પુનઃઉભા ન થાય તે માટે પાલિકા દ્વારા માગૅનું સતત મોનિટરિંગ કરવામાં આવશે
પાટણ શહેરનું નવું આઇકોનિક બસ સ્ટેશન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. મુસાફરોની અવરજવર સરળ બને અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી, પાટણ નગરપાલિકા અને સિટી ટ્રાફિક પોલીસે શનિવારે બસ સ્ટેશનના રૂટ પરના દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી.
આધુનિક બસ સ્ટેશનના લોકાર્પણ પૂર્વે, બસની અવર જવરના મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર સરળતાથી થઈ શકે તે સુનિશ્ચિત કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું નગરપાલિકાના અધિકારીઓ અને સિટી ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું. બસ સ્ટેશન તરફ જતા માર્ગો પર છેલ્લા ઘણા સમયથી લારી-ગલ્લા અને અન્ય પથારાવાળાઓએ દબાણ કરીને ટ્રાફિકમાં અવરોધ ઊભો કર્યો હતો.આ દબાણોના કારણે બસ અને અન્ય વાહનોની અવર જવર મુશ્કેલ બની રહી હતી, જેનાથી લોકોને અગવડતા પડતી હતી.આ બાબતને ગંભીરતાથી લઈને, નગરપાલિકાની ટીમે ટ્રાફિક પોલીસના સહયોગથી બસ સ્ટેશનના રૂટ પરના તમામ દબાણો હટાવ્યા હતા.
આ કાર્યવાહીમાં માર્ગોની બંને બાજુએ અનધિકૃત રીતે ગોઠવાયેલા લારી-ગલ્લા, દૂર કરવામાં આવ્યા હતા તો પતરાના શેડ સહિત ના અન્ય નડતરરૂપ દબાણો દૂર કરી માગૅ ને ખુલ્લો કરીને દબાણકતૉ ઓને પુનઃ દબાણ ન કરવા તંત્ર દ્વારા કડક સૂચના આપી દબાણ મુક્ત થયેલા વિસ્તારમાં ફરીથી કોઈ દબાણ ન થાય તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
સંબંધિત સમાચાર
પાટણપાટણનો ખાલક્ષાપીર વિસ્તાર નરકાગારમાં ફેરવાયો: ઉભરાતી ગટરોની સમસ્યા 'જૈસે થૈ'
9 કલાક પહેલા
પાટણ'એસટી બસની સવારી, સલામત સવારી'ના સૂત્રો પોકળ : મુસાફરોએ બસને ધક્કો મારી મુકામ સુધી પહોંચાડી
10 કલાક પહેલા
પાટણપાટણ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં 6 ફૂટ લાંબો ઝેરી કોબ્રા દેખાતા ફફડાટ : સુરક્ષિત રેસ્ક્યુ કરાયું
3 દિવસ પહેલા
પાટણપાટણ પાલિકાની જાહેર કરાયેલી પ્રાથમિક મતદાર યાદીમાં કુલ 1,08,999 મતદારો નોંધાયા
5 દિવસ પહેલા
