રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા19 જૂન, 2026| Super Admin

ઊંઝા તાલુકાના ઉનાવામાં પોલીસ એક્શન મોડમાં, હોટેલ-ગેસ્ટ હાઉસમાં સઘન ચેકિંગ

ઊંઝા તાલુકાના ઉનાવામાં પોલીસ એક્શન મોડમાં, હોટેલ-ગેસ્ટ હાઉસમાં સઘન ચેકિંગ

 પરપ્રાંતિયોની સઘન પૂછપરછથી ફફડાટ

ઊંઝા તાલુકાના ઉનાવા પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના ભાગરૂપે ઉનાવા પી.એસ.આઈ એસ.વી.પઢારીયા, મહેસાણા એસ.ઓ.જી. પી.એસ.આઈ એમ.ડી.ડાભી ની ટીમ દ્વારા અચાનક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઉનાવા પોલીસ અને મહેસાણા એસઓજી (Special Operations Group)ની ટીમોએ સંયુક્ત રીતે સ્થાનિક ગેસ્ટ હાઉસ અને હોટેલોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસ ટીમોએ વિસ્તારની તમામ હોટેલો અને મુસાફિરખાનાઓમાં રોકાયેલા લોકોની પ્રોફાઇલ ચેક કરી હતી. ખાસ કરીને અન્ય રાજ્યોમાંથી આવીને રોકાયેલા પરપ્રાંતિય મુસાફરો તેમજ શંકાસ્પદ હિલચાલ ધરાવતી વ્યક્તિઓની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમની ઓળખના પુરાવા અને જરૂરી દસ્તાવેજોની પણ બારીકાઈથી ચકાસણી કરાઈ હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ગુનાહિત કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ન પાંગરે અને સુરક્ષા વ્યવસ્થા લોખંડી બને તે મુખ્ય હેતુથી આ મેગા ઓપરેશન ગોઠવવામાં આવ્યું હતું. પોલીસની આ અણધારી એન્ટ્રીથી હોટેલ સંચાલકો અને તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે તમામ હોટેલ અને ગેસ્ટ હાઉસના માલિકો તેમજ મેનેજરો સાથે બેઠક કરી કડક સૂચનાઓ આપી હતી. મુસાફરોની એન્ટ્રી બુક નિયમિત રાખવા, સીસીટીવી કેમેરા ચાલુ રાખવા અને આઈડી પ્રૂફ વગર કોઈને પણ રૂમ ન આપવા માટે તાકીદ કરવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

ટેગ્સ:#Unjha

સંબંધિત સમાચાર