સેવાની નગરી ગણાતા પાટણ શહેરમાં અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.ત્યારે પાટણ શહેરમાં છેલ્લા એક વષૅ થી ભૈરવ મંદિર રોડ પરના ત્રિમંદિર ના સેવકો દ્વારા શરૂ કરવામાં આવેલ ત્રિમંદિર સેવા ગૃપની લોક સહયોગથી અને ગ્રુપના સેવાભાવી સભ્યોના સહકારથી દર રવિવારે શહેરના જરૂરિયાત મંદોની સાથે સાથે ભિક્ષુકોને મિષ્ટ ભોજન પીરસવાની નિસ્વાર્થ સેવા સરાહનીય બની છે. તા.૧૫ જુન ૨૦૨૪ થી શરૂ કરવામાં આવેલ આ સેવા પ્રવૃતિ ને રવિવારે એક વષૅ પૂણૅ થતાં ત્રિમંદિર સેવા ગૃપના સભ્યોએ નિશુલ્ક મિષ્ટ ભોજનની સેવામાં વર્ષ દરમિયાન સહયોગી બનેલા સહયોગી દાતાઓ સહિત ત્રિમંદિર સેવા ગ્રુપના સેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્રિમંદિર સેવા ગૃપ દ્રારા એક વષૅમાં અંદાજીત ૧૦ હજારથી વધુ ભૂખ્યાજનોને મિષ્ટ ભોજન પિરસવામાં આવ્યું હોવાનું ત્રિમંદિર ના સેવક ગૃપે જણાવી આગામી દિવસોમાં પણ દાતાઓ દ્રારા આવો જ સહકાર પ્રાપ્ત થતો રહે તેવી આશા સૌ સભ્યોએ વ્યક્ત કરી હતી.
પાટણ ત્રિમંદિર સેવા ગૃપે ૧ વર્ષમાં ૧૦ હજારથી વધુ જરૂરિયાત મંદોને નિશુલ્ક ભોજન પિરસ્યું

ટેગ્સ:#Patan city#social responsibility#Community Service#Trimandir Seva Group#Free Food Service#Volunteer Organization#Feeding the Needy#One-Year Anniversary#Public Cooperation#Charity Efforts#Hunger Relief#Appreciation and Gratitude
સંબંધિત સમાચાર
પાટણપાટણનો ખાલક્ષાપીર વિસ્તાર નરકાગારમાં ફેરવાયો: ઉભરાતી ગટરોની સમસ્યા 'જૈસે થૈ'
1 દિવસ પહેલા
પાટણ'એસટી બસની સવારી, સલામત સવારી'ના સૂત્રો પોકળ : મુસાફરોએ બસને ધક્કો મારી મુકામ સુધી પહોંચાડી
1 દિવસ પહેલા
પાટણપાટણ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં 6 ફૂટ લાંબો ઝેરી કોબ્રા દેખાતા ફફડાટ : સુરક્ષિત રેસ્ક્યુ કરાયું
4 દિવસ પહેલા
પાટણપાટણ પાલિકાની જાહેર કરાયેલી પ્રાથમિક મતદાર યાદીમાં કુલ 1,08,999 મતદારો નોંધાયા
6 દિવસ પહેલા
