રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ5 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ 2025 - 2026 નો કાર્યક્રમ આદશૅ હાઈસ્કૂલ ખાતે યોજાયો

પાટણ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ 2025 - 2026 નો કાર્યક્રમ આદશૅ હાઈસ્કૂલ ખાતે યોજાયો
પ્રથમ વિજેતા સ્પધૅક જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે પાટણ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ 2025 - 2026 નો કાર્યક્રમ ગતરોજ શહેરની આદર્શ હાઇસ્કુલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંકુલના પ્રમુખ હરેશભાઈ ચૌધરી, આચાર્ય દિનેશભાઈ ચૌધરી, મંત્રી ભરતભાઈ ચૌધરી, સ્પર્ધા કન્વીનર કુબેરભાઈ ચૌધરી, જિલ્લા યુવા વિકાસ અધિકારી બાબુભાઈ ચૌધરી, પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રીમતી દીપલ રાવલ  સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.કલા ઉત્સવમાં 14 જેટલી સ્પર્ધાઓ યોજવામાં આવેલ હતી છે. અને આ સ્પર્ધામાં પ્રથમ વિજેતા બનેલા વિજેતા જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. કલા મહાકુંભમાં વય જૂથ પ્રમાણેની સ્પર્ધામાં ભાગ લેવાતો હોય છે જેમાં ગરબા, લોક સંગીત, રાસ, ભરતનાટ્યમ, એક પાત્રીય અભિનય, ચિત્રકળા, તબલા, લોકગીત, વકૃત્વ, નિબંધ લેખન, સુગમ સંગીત, સમૂહ ગીત, લગ્ન ગીત, હાર્મોનિયમ જેવી હરિફાઈઓ યોજાય હતી. પાટણને કલાનગરી તરીકે ઓળખવામાં આવે છે. તેથી વિજેતા બનેલ ઘણા બધા બાળકો રાજ્ય અને તેથી પણ ઉપરની સ્પર્ધામાં વિજેતા બની પાટણનું નામ રોશન કરતા હોય છે ગતરોજ આયોજિત તાલુકા કક્ષાના વિજેતા બનેલા ભરતનાટ્યમ દ્વિજા પરીખ - 15 થી 20 વર્ષ વિભાગ પ્રથમ નંબર કે. ડી. પોલિટેકનિક, લગ્નગીત - આશા સુથાર - 21 થી 59 વર્ષ વિભાગ - પ્રથમ નંબર હાર્મોનિયમ - ઋષિ પટેલ -21 થી 59 વર્ષ વિભાગ - પ્રથમ નંબર સુગમ સંગીત- શિખા નાયક- 21 થી 59 વર્ષ વિભાગ- પ્રથમ નંબર, ભજન - 21 થી 59 વર્ષ વિભાગ - ઈશાન રાઠોડ - પ્રથમ નંબર, સમૂહ ગીત- 15 થી 20 વર્ષ વિભાગ- પ્રથમ નંબર. એકપાત્રિય અભિનય - 15 થી 20 વર્ષ - નીલ નાયક - પ્રથમ નંબર  પ્રાપ્ત કરી પાટણને ગૌરવ અપાવ્યું હતું.

સંબંધિત સમાચાર