સાઈબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ કરતાં તપાસ હાથ ધરાઈ; પાટણ ના એક નિવૃત્ત અધિકારીએ વધુ નફાની લ્હાયમાં રૂ. ૧.૧૫ કરોડ ગુમાવ્યા હોવાની સાઈબર ક્રાઈમ પોલીસ માં ફરિયાદ કરતાં તપાસ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ પાટણના નિવૃત્ત વયસ્ક અરવિંદભાઈ રામાભાઈ પટેલ (ઉ.વ. ૬૧) ને ૯ જેટલા અજાણ્યા સાયબર ગઠીયાઓએ તા.૧ માચૅ ૨૦૨૫ થી ૧૦ એપ્રિલ ૨૦૨૫ દરમ્યાન અલગ અલગ આઠ એકાઉન્ટમાં અલગ અલગ તારીખે તેમની પત્નીનાં એકાઉન્ટમાંથી ૨૬ વખત રૂ. ૧,૧૭, ૦૬,૦૦૦ની માતબર રકમ ટ્રાન્સફર કરાવીને તેમનો વિશ્વાસ જીતવા માટે રૂ. ૨,૦૫,૦૦૦ની રકમ જ ઉપાડવા દઈને તે સિવાયનાં કુલે રૂ. ૧,૧૫,૦૧,૦૦૦ની રકમ તેમને પરત નહિં આપીને તેમની સાથે સાયબર ક્રાઇમ ઠગાઇ આચરી હતી. આ બાબતે તેમણે પાટણ સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવતાં પોલીસે બીએનએસ ૩૧૬(૨),૩૧૮(૨), ૩૧૯(૨), ૩૪૦(૨), ૩૩૬ (૩), ૬૧(૨)(બી) તથા આઇટી એકટ ૬૫-સી, ૬૬-ડી, મુજબ ગુનો નોંધી વધુ તપાસ પાટણ સાયબર ક્રાઇક પોલીસ સ્ટેશનનાં પીઆઈ પી.વી.વસાવાએ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ નિવૃત્ત અધિકારીએ વધુ નફાની લ્હાયમાં રૂ. ૧.૧૫ કરોડ ગુમાવ્યા

ટેગ્સ:#patan#Investigation#Police complaint#fraud#Cyber crime#financial scam#Retired Officer#Monetary Loss#Cyber Criminals#IT Act Violations#Trust Exploitation#Cybercrime Police Station#Economic Crime
સંબંધિત સમાચાર
પાટણપાટણ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં 6 ફૂટ લાંબો ઝેરી કોબ્રા દેખાતા ફફડાટ : સુરક્ષિત રેસ્ક્યુ કરાયું
3 દિવસ પહેલા
પાટણપાટણ પાલિકાની જાહેર કરાયેલી પ્રાથમિક મતદાર યાદીમાં કુલ 1,08,999 મતદારો નોંધાયા
5 દિવસ પહેલા
પાટણચાણસ્માના ઝિલીયા ફાર્મ હાઉસ હુમલા કેસમાં 18 આરોપીઓના જામીન મંજૂર
6 દિવસ પહેલા
પાટણપાટણમાં યુથ કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના ભાવ વધારાની સાથે અછત મામલે વિરોધ પ્રદર્શન કરાયુ
6 દિવસ પહેલા
