પાટણ શહેરના બગવાડા ચોકમાં શુક્રવારે સાંજે નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાંજે 4 વાગ્યાના સુમારે સિદ્ધરાજ જયસિંહના પૂતળા પાસે કેટલાક લોકોએ 'પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર હાય હાય'ના નારા લગાવ્યા હતા અને વિરોધ પ્રદર્શન દરમિયાન આ લોકોએ રસ્તાની વચ્ચે ઘાસનું બનાવેલું પૂતળું સળગાવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને જોઈને ટોળું વિખેરાઈ ગયું હતું. પોલીસે તાત્કાલિક પાણી છાંટીને પૂતળામાં લાગેલી આગ બુઝાવી દીધી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આ કૃત્ય કલેક્ટર કે અન્ય કોઈ અધિકારીની મંજૂરી વિના કરવામાં આવ્યું હતું. રસ્તા પર પૂતળું સળગાવવાથી રાહદારીઓની સલામતી જોખમમાં મુકાઈ હતી. પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેરનામાના ભંગ બદલ અંદાજે 15 થી 20 અજાણ્યા લોકો સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ; જાહેરમાં પૂતળું બાળનાર 15 થી 20 વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

ટેગ્સ:#police investigation#Law and Order#Effigy Burning#Public Safety Violation#Patan Protest Incident#Municipality Controversy#Bagwada Chowk Protest#Siddharaj Jaisingh Effigy#Local Governance Conflict
સંબંધિત સમાચાર
પાટણપાટણ પાલિકાની પોલ ખુલી: પ્રિ-મોન્સૂન પ્લાનિંગ માત્ર કાગળ પર
11 કલાક પહેલા
પાટણપાટણમાં RTOનું સરપ્રાઈઝ ડ્રાઈવ: નિયમો તોડતા સ્કૂલ વાહનો સામે લાલઆંખ
11 કલાક પહેલા
પાટણપાટણ અશ્વ ફાર્મના માલિકે આબુ હાઈવે પરની હોટલમાં આપઘાત કર્યો
12 કલાક પહેલા
પાટણસાંતલપુર હાઈવે: ટેન્કર અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર, એકનું મોત
12 કલાક પહેલા
