રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા18 એપ્રિલ, 2025| Super Admin

પાલનપુરનું સદ્દભાવના ગ્રુપ છેલ્લાં સોળ વર્ષથી સેવામાં કાર્યરત

પાલનપુરનું સદ્દભાવના ગ્રુપ છેલ્લાં સોળ વર્ષથી સેવામાં કાર્યરત
પાલનપુર બહારથી આવતાં શ્રમિકોને એક રૂપિયાના ટોકન દરે ખીચડી કઢીનું સ્વાદિષ્ટ ભોજન ગુરુનાનક ચોકમાં છેલ્લાં સોળ વર્ષથી ઠંડા પાણીની પરબ અવિરત ચાલું; બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરમાં છેલ્લા 16 વર્ષથી સેવાકીય કાર્યોમાં કાર્યરત સદભાવના ગ્રુપ દ્વારા ભૂખ્યાને ભોજન આપવામાં આવી રહ્યું છે. પાલનપુરમાં રોજગારી અર્થે આવતા શ્રમિકોને 1 રૂપિયાના ટોકન દરથી રોજના 1000 લોકોને ખીચડી કડીમાં ઘી સાથે સાત્વિક ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે.તેમજ ઉનાળાની કાળઝાળ ગરમીમાં છેલ્લાં સોળ વર્ષથી પાલનપુર ગુરુનાનક ચોક ખાતે ઠંડા પાણીની પરબ થકી તરસ્યા લોકોની પાણીની તરસ છીપાવી અનેક સેવાકીય પ્રવૃતિ થકી સદ્દભાવના ગ્રુપની સેવા અવિરત ચાલી રહી છે. પાલનપુર વિસ્તારમાં આસપાસના ગામડાઓમાંથી રોજગારી મેળવવા આવતા રત્ન કલાકારો સહિત શ્રમિકોને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે અને કોઈ ખર્ચનો બોજ ન ઉપાડવો પડે તે હેતુસર 1 રૂપિયાના ટોકનથી ખીચડી કઢીનું ભોજન પીરસવામાં આવી રહ્યું છે. જો કે મહત્વની વાત છે કે આ ખીચડી કડીના ભોજન પાછળ એક રૂપિયો ટોકન રાખવાનો આશય એવો છે કે આ ભોજન લેનાર વ્યક્તિ કોઈના પૈસે ભોજન આરોગવાની લાચારી ન અનુભવે. સદભાવના ગ્રુપના પ્રમુખ હરેશભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે પાલનપુર સિવિલ બહાર સમર્પણ હોસ્પિટલ,ડોકટર હાઉસ અને જોરાવર પેલેસ જ્યાં ખાસ કરીને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવામાં આવી રહ્યું છે. જમવા આવનાર દરેક વ્યક્તિ પોતાના હકનું ખાઈ રહ્યાં છે. અને એ મહેમાન હોય એમ મહેમાન નવાજી કરીને તેમને સાત્વિક ભોજન પીરસવામાં આવે છે. આગામી સમયમાં સદભાવના ટ્રસ્ટ શહેરના કોટ વિસ્તારમાં રહેતાં વડીલ વૃદ્ધો કે જેમના સંતાન બહાર રહેતા હોય તેઓ એકલા રહેતાં હોય એવા લોકો માટે અમો ટિફિન સેવા ચાલુ કરવાનું આયોજન કરી રહયા છીએ. જેમાં અમારી ટીમના યુવાનો તેમના ઘરે જઈને ટિફિન સેવા પૂરી પાડશે..

સંબંધિત સમાચાર