રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા3 ફેબ્રુઆરી, 2025| Super Admin

ડીસા પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની ભીતિ

ડીસા પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની ભીતિ

ડીસા પંથકમાં બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતવરણ વચ્ચે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહીના પગલે જગતના તાતના જીવ પડીકે બઁધાયા છે. ડીસા તાલુકામાં હાલમાં બટાકા, ઘઉં અને રાયડાના પાક તૈયાર થઇ ખેતરોમાં લહેરાઇ રહ્યા છે ત્યારે સોમવારે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે .સવારથી જ વાદળ છાયું વાતાવરણ બની જતા ધરતીપુત્રો ચિંતીત બન્યા છે. અગાઉ પણ હવામાન વિભાગ દ્વારા આગામી 4 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી હતી ત્યારે વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. પાક તૈયાર થઇ લેવાની તૈયારી દરમિયાન વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોને મોઢે આવેલ કોળિયો છીનવાઈ જવાની પણ શક્યતા જોવા મળી રહી છે. ત્યારે ધરતીપુત્રો આકાશ સામે મીટ માડી પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે કે કમોસમી વરસાદ ના વરસે અને તૈયાર મોલાતને નુકશાન થતું અટકી શકે. અત્રે ઉલ્લેખનીય છેકે ગત વર્ષે પણ ફેબ્રુઆરી માસ દરમિયાન કમોસમી વરસાદ સાથે કરા પડતા ખેડૂતોને મોટુ નુકશાન થયું હતું ત્યારે હાલ તો ધરતીપુત્રો ભગવાન ભરોસે બેઠા હોય તેવું લાગી રહ્યું છે.

સંબંધિત સમાચાર