પાટણ મા લગ્નના નામે છેતરપિંડી કરનાર લૂંટેરી દુલ્હન અને તેના ૮ સાગરિતોને પાટણ કોર્ટે રૂ. ૧૦-૧૦ હજારની ડિપોઝીટ અને રૂ. ૫ હજારના જામીન પર મુક્ત કયૉ હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે સુત્રો તરફથી મળતી માહિતી મુજબ તા.૩૦ માર્ચ ૨૦૨૪ ના રોજ પાટણના યુવક સાથે ઉજ્જૈનની નેહા ઉર્ફે સપના મોહનલાલ ભાટિયાના લગ્ન આરોપીઓએ રૂ.૩.૬૦ લાખ લઈને કરાવ્યા હતા. લગ્નના માત્ર ૨૦ દિવસ બાદ નેહા તેના પરિવારજનો સાથે પિયર ગઈ અને પરત ન ફરતા આ મામલે ફરિયાદ નોંધાતા કેસના મુખ્ય આરોપી નેહા ઉર્ફે સપના, તેની માતા સુનિતાબેન અને ભાઈ સાગર ઉર્ફે બંટી ભાટિયા ઉપરાંત નિર્મલ મોહનરામ, વિશાલ કૈલાસભાઈ યાદવ,વિજય સીતારામ,રાહુલ મુરલીપાલ અને જયપ્રકાશ ભાટિયાને પોલીસે તાજેતરમાં જ આ તમામની ધરપકડ કરી હતી.જે દરમ્યાન મુખ્ય ત્રણ આરોપીઓના રિમાન્ડ પૂરા થયા બાદ તેમણે જામીન અરજી મૂકી હતી, જ્યારે અન્ય પાંચ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા. ત્યારે આરોપીઓના વકીલ સચિન નિમાવતની દલીલો ધ્યાને લઈને કોર્ટે તમામને જામીન આપ્યા છે. કોર્ટે આરોપીઓને કેટલીક શરતોને આધીન જામીન આપ્યા છે અને દરેક પાસેથી રૂ.૫ હજાર નો જાત મુચરકો પણ લીધો છે. પાટણની ચીફ જ્યુડિશિયલ કોર્ટના જજ એફ.બી પઠાણે તમામ ૮ આરોપીઓને રૂ.૧૦ ની રોકડ ડિપોઝિટ અને રૂ.૫ હજારના જામીન પર મુક્ત કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
પાટણમાં લૂંટેરી દુલ્હન સહિત ૮ આરોપીઓને કોર્ટે ૧૦-૧૦ હજારની ડિપોઝિટ અને રૂ.૫ હજાર ના જામીન પર મુક્ત કયૉ

સંબંધિત સમાચાર
પાટણપાટણના ચંદ્રુમણા ગામેથી ડીગ્રી વગરના બોગસ તબીબને એસઓજી પોલીસ અને હેલ્થ ટીમે ઝડપ્યો
1 દિવસ પહેલા
પાટણપાટણમાં HTAT સંઘની રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું
1 દિવસ પહેલા
પાટણઊંઝા મક્તુપુર હાઇવે પર રામદેવ હોટલ પાસે ત્રિપલ અકસ્માત : ચોકીદાર સહિત બેને ઇજા
3 દિવસ પહેલા
પાટણસાંતલપુરના ઝેકડા ગામે બંધ મકાનને નિશાન બનાવી ૧.૪૩ લાખથી વધુની ચોરી
3 દિવસ પહેલા
