રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા26 એપ્રિલ, 2025| Super Admin

બનાસકાંઠામાં બાગાયતની યોજનાના લાભો મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ ખેડૂતો માટે ખુલ્લું મુકાયું

બનાસકાંઠામાં બાગાયતની યોજનાના લાભો મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ ખેડૂતો માટે ખુલ્લું મુકાયું

બાગાયતની ખેતીને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા 30 યોજના હેઠળ સહાય અપાશે; બનાસકાંઠા જિલ્લામા બાગાયતી ખેતીને વેગ આપવા માટે સરકાર દ્વારા જુદી જુદી 30 યોજના હેઠળ બાગાયત વિભાગ દ્વારા બાગાયતની ખેતી કરતા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે છે. જેમાં ખેડૂતોને આઇ ખેડૂત પોર્ટલ 2.0 પર ફરજિયાત નોંધણી કરાવવાની હોય છે. જે ખેડૂતોની નોંધણીનો 24 એપ્રિલથી પ્રારંભ કરવામાં આવ્યો છે. પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર સરહદી બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે.જોકે ખેડૂતોના ફળ પાકમાં વધારો કરવા, ઔષધીય પાકો,ખારેક જેવા પાકોનો વ્યાપ વધે તે માટે તેમજ આ પાકોને સિંચાઇના પાણી તેમજ તેના રક્ષણ માટે અને વધુમાં વધુ ખેડૂતો બાગાયતી ખેતી કરતા થયા છે.તે માટે તેમને તાલીમ આપવા સહિત જુદી જુદી 30 યોજના હેઠળ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે છે. જોકે આ સહાય મેળવવા માટે ખેડૂતોને નવીન ખેડૂત આઇ પોર્ટલ 2.0 પર નોંધણી ફરજીયાત કરાવવાની હોય છે.જે નોંધણી તા.24 એપ્રિલથી 31 મે સુધી કરવામાં આવશે.જેને લઇ જે ખેડૂતો બાગાયતી ખેતી કરતા હોય તેમને સરકારી સહાય મેળવવા પોતાની આઇ ખેડૂત પોર્ટલ પર નોંધણી કરાવી દેવા બાગાયત વિભાગ દ્વારા જણાવાયું છે.

સંબંધિત સમાચાર