રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા12 જૂન, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ગરમીમાં વધારો; વરસાદની કાગડોળે રાહ

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ગરમીમાં વધારો; વરસાદની કાગડોળે રાહ
ઉત્તર ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાના એંધાણ; બનાસકાંઠા જિલ્લામાં ૧૫ મી જુન થી હળવા થી મધ્યમ વરસાદની આગાહી આકરી ગરમી વચ્ચે પ્રજાજનો વરસાદની કાગડોળે રાહ નૈઋત્ય નું ચોમાસુ મુંબઈની આસપાસ અટકી પડ્યું; પ્રીમોન્સૂન વરસાદના વિરામ અને નૈઋત્ય નું ચોમાસુ મુંબઈ બાદ બ્રેક લગાવી દેતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી એકવાર ગરમી નો પારો ઉચકાયો છે. જેમા દિવસ-રાતના તાપમાનમાં સવા ૩ ડિગ્રી સુધીનો વધારો થયો હતો. તાપમાનમાં અસમાન્ય વધારાના કારણે આકરી ગરમીનો અનુભવ થયો હતો‌ જે તાપમાન સોમવાર સુધી જળવાઈ રહેતા ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે ત્યારે આગામી એક સપ્તાહ સુધી વરસાદના કોઈ એંધાણ ન હોઈ ગરમીનો સામાનો કરવો પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 13 જૂન સુધી બાદ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ જનરેટ થવાની શક્યતાઓ ને લઈ ફરી એકવાર નેઋત્ય ચોમાસું સક્રિય થવાની સંભાવના રહેલી છે જોકે અત્યારે તાપમાનનો પારો 40 ડિગ્રી ઉપર નોંધાતા ગરમીમાં વધારો થયો છે જે વરસાદના આગમન બાદ વાતાવરણમાં ઠંડક કરી શકે છે.

સંબંધિત સમાચાર