રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા3 સપ્ટેમ્બર, 2025| Super Admin

ગુજરાત એસ. ટી. નિગમની અંદાજિત 5500 જેટલી બસો યાત્રાળુઓની સેવામાં કાર્યરત

ગુજરાત એસ. ટી. નિગમની અંદાજિત 5500 જેટલી બસો યાત્રાળુઓની સેવામાં કાર્યરત
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઇ રહી છે. માઈભક્તો પગપાળા માં અંબાના દર્શન માટે આવી રહ્યા છે, તો ઘણા શ્રદ્ધાળુઓ ગુજરાત એસ. ટી. નિગમની બસ મારફતે પણ અંબાજી આવી રહ્યા છે. અંબાજી આવતા મોટાભાગના લોકો પરત પોતાના ઘરે ગુજરાત એસ. ટી. નિગમની બસોમાં પ્રવાસ કરીને જાય છે. દૂર સુદૂરથી આવતા યાત્રાળુઓની સેવામાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા અંદાજિત 5500 જેટલી બસો મુકવામાં આવી છે. યાત્રાળુઓની સેવામાં કાર્યરત આ બસ સેવાનો લાભ લઈ યાત્રિકો રાજ્ય સરકાર અને વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી રહ્યા છે અને તે સેવાનો અવિરત લાભ લઈ રહ્યા છે. વિશ્વ પ્રસિદ્ધ ભાદરવી પૂનમના મેળા અંગે એસ. ટી. તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે માહિતી આપતાં વિભાગીય નિયામક વિનુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે તા.૦૧ સપ્ટેમ્બર થી ૦૭ સપ્ટેમ્બર દરમિયાન વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મેળા માટે વર્ષે પાલનપુર ઉપરાંત મહેસાણા, હિમંતનગર અને અમદાવાદ એમ ૪ વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. અંદાજે ૫૫૦૦ જેટલી બસો દ્વારા યાત્રાળુઓની સેવામાં ૨૪ કલાક એસ.ટી. વિભાગનો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. આ માટે અલગ અલગ ૧૦ બુથો બનાવી સંચાલન કરવામાં આવી રહ્યું છે. એસ. ટી. વિભાગ દ્વારા અંબાજીમાં આવતા મુસાફરોને કોઈપણ તકલીફ ના પડે તે માટે વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.

સંબંધિત સમાચાર