ઉંઝા શેઠ એમ.આર. એસ. હાઇસ્કૂલ અને શ્રી એમ. એચ. પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ ઊંઝામાં તા.16.02.2026 ને સોમવારના રોજ ધોરણ 10 શુભેચ્છા અને ધોરણ 12 વિદાય સમારોહ યોજાયો હતો. તેમજ ધોરણ 9 થી 12 ના 200 થી પણ વધારે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ તરીકે અલ્પેશભાઈ સી. શાહ, સમારંભના ઉદ્ઘાટક તરીકે મહેશભાઈ બુધાલાલ શાહ, મુખ્ય વક્તા તરીકે રજનીકાંત પટેલ, પ્રમુખ પ્રહલાદભાઈ આર. પટેલ અને મંત્રી અલ્પેશભાઈ એન.પટેલ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા. રજનીકાંત પટેલે પોતાની આગવી શૈલીમાં બોર્ડની પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. અંતે આભાર વિધિ શૈલેશભાઈ સોલંકીએ કરી હતી.
ઉંઝા ખાતે ધોરણ 10 અને ૧૨ નો વિદાય અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

સંબંધિત સમાચાર
મહેસાણાઊંઝામાં આડેધડ લગાવેલ બોર્ડનો કહેર : બોર્ડ તૂટીને ગાડી પર પડ્યું જાનહાનિ ટળી
18 કલાક પહેલા
મહેસાણામહેસાણામાં સાયબર ફ્રોડ: નિવૃત્ત આરોગ્ય કર્મચારીને શેરબજારના નામે ચૂનો લગાવી ૧૨.૬૦ લાખ પડાવ્યા
1 દિવસ પહેલા
મહેસાણાઊંઝામાં પોલીસના દરોડા: ફેક્ટરીમાંથી 24 જુગારીઓ રંગેહાથ ઝડપાયા
4 દિવસ પહેલા
મહેસાણામહેસાણા: ઊંઝા મક્તુપુર હાઈવે પર દરોડા, રૂ. 2.46 લાખનો શંકાસ્પદ વરિયાળીનો જથ્થો સીઝ
5 દિવસ પહેલા
