રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા23 જૂન, 2025| Super Admin

ચિત્રાસણી ગામે રેલવેના અંડરબ્રિજમા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા

ચિત્રાસણી ગામે રેલવેના અંડરબ્રિજમા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા
પાણીના ભરાવાને લઇ બાલારામ અને અંબાજીને જોડતો માર્ગ બંધ થયો સામાન્ય વરસાદમાં પણ અંડરબ્રીજમાં પાણી ભરાઇ જવાની સમસ્યા સર્જાઈ પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામે રાત્રીના સમયે પડેલા ભારે વરસાદને લઇ રેલવેના અંડરબ્રીજમાં પાણી ભરાઇ જતા વાહન વ્યહવાર ઠપ્પ થઇ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ જવા પામ્યા હતા. જોકે બાલારામ અને અંબાજીને જોડતા આ મુખ્ય માર્ગ પર આવેલ અંડરબ્રીજમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઇ જવાની સમસ્યા સર્જાઇ રહી છે. પાલનપુર તાલુકામાં રાત્રી દરમિયાન ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો જેને લઇને નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઇ જવા પામ્યા હતા જેમાં ચિત્રાસણીથી બાલારામ અને અંબાજીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ રેલવેના અંડર બ્રિજ પણ પાણીમાં ગરકાવ થવા પામ્યો હતો. બ્રિજ અંદર ઘૂંટણ સમુ પાણી ભરાઇ જતા વાહન વ્યહવાર ઠપ્પ થઇ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા જોકે સામાન્ય વરસાદમાં આ અંડરબ્રીજમાં પાણી ભરાઇ જવાની સમસ્યાને લઇ બાલારામ તેમજ અંબાજી જતા લોકો હાલાકીમાં મુકાઇ જતા હોય છે જેને લઇ અહી વરસાદી પાણીના ભરાવાની જટીલ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ ઉઠવા પામી છે.

સંબંધિત સમાચાર