રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા3 ઑગસ્ટ, 2026| Super Admin

ડીસા શહેર દક્ષિણ પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટનો ગુનો ઉકેલ્યો

ડીસા શહેર દક્ષિણ પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટનો ગુનો ઉકેલ્યો

એક આરોપીની અટકાયત, અન્ય એકની શોધખોળ

​રૂ. ૮,૦૦૦થી વધુનો મુદ્દામાલ અને લૂંટાયેલો મોબાઈલ કબજે

​૧૦૦થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ બાદ પોલીસને મળી સફળતા

ડીસા-પાલનપુર હાઈવે પર બંસી કાઠીયાવાડી હોટલ નજીક બનેલી સનસનાટીભરી લૂંટની ઘટનાનો ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ગણતરીના કલાકોમાં ઉકેલ લાવી એક આરોપીને ઝડપી પાડ્યો છે. જ્યારે ગુનામાં સંડોવાયેલા અન્ય એક ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ​રાજસ્થાનના જોધપુર જિલ્લાના દેવાતુ ગામના વતની ફરિયાદી મહોબતસિંહ ઉર્ફે મોહનસિંહ રાજપૂતને  આરોપીઓએ હિટાચી મશીનમાં કામ અપાવવાની લાલચ આપી હતી. ત્યારબાદ તેમને નંબર પ્લેટ વગરની સફેદ રંગની ઈકો ગાડીમાં બેસાડી, ગળા પર છરી મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ ફરિયાદી પાસેથી​વીવો કંપનીનો મોબાઈલ ફોન​રૂ. ૪,૦૦૦ની રોકડ રકમ ​કાનમાંથી ખેંચી લીધેલી રૂ. ૪,૦૦૦ની કિંમતની સોનાની બુટી લૂંટી લીધી હતી. બુટી ખેંચતી વખતે ફરિયાદીના કાનમાંથી લોહી નીકળતા તેઓ ઈજાગ્રસ્ત પણ થયા હતા.​બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેના માર્ગદર્શન હેઠળ, ડીસા ડીવાયએસપી સી.એલ. સોલંકી તથા ડીસા શહેર દક્ષિણ પીઆઈ એમ. બી. કોટવાલની સૂચનાથી સર્વેલન્સ ટીમે તપાસ આદરી હતી.

​પોલીસે ડીસા શહેરના વિવિધ વિસ્તારોના ૧૦૦થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ અને બાતમીદારોની મદદથી ગુનામાં વપરાયેલી ઈકો ગાડી અને આરોપીઓને ટ્રેસ કર્યા હતા. પોલીસે મુકેશભાઈ ભવાનજી ઠાકોર (ઉં. ૩૧, રહે. સ્પોર્ટ્સ ક્લબ, નહેરૂનગર ટેકરા, ડીસા)ને ઝડપી પાડી તેની પાસેથી લૂંટાયેલો મોબાઈલ ફોન કબજે કર્યો છે. આ ગુનામાં સામેલ અન્ય આરોપી રોહિતસિંહ કનુસિંહ જાદવ (મૂળ રહે. સમી મોટા, હાલ રહે. હિમાલય સોસાયટી, ડીસા) હાલ ફરાર છે, જેને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે.ડીસા દક્ષિણ પોલીસની આ ત્વરિત કામગીરીને સ્થાનિકો તરફથી ભારે સરાહના મળી રહી છે.

ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર