રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા16 ડિસેમ્બર, 2025| Super Admin

દિયોદર મોજરુ જુના ગામે બૂટલેગરોના પાનના ગલ્લા પર બુલડોઝર ફેરવી દેવાયું

દિયોદર મોજરુ જુના ગામે બૂટલેગરોના પાનના ગલ્લા પર બુલડોઝર ફેરવી દેવાયું
ડી.વાય.એસ પી, દિયોદર પી.આઈ સહિત પોલીસ કાફલો તૈનાત દારૂની રેડ દરમિયાન બૂટલેગરોના માણસો દ્વારા પોલીસ ઉપર હુમલો કરાયો હતો થોડા સમય પહેલા દિયોદર પોલીસ ઉપર બૂટલેગરોના માણસો દ્વારા દારૂની રેડ દરમિયાન હુમલો કરવા મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં મંગળવારે દિયોદર પોલીસે મોજરુ જુના ગામે બૂટલેગરોના પાનના ગલ્લાને બુલડોઝર દ્વારા તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યાં ગેરકાયદેસર વીજ કનેક્શન પણ દૂર કરવામાં આવ્યું હતું. દિયોદર પોલીસ દ્વારા થોડા દિવસો અગાઉ દિયોદર તાલુકાના મોજરુ જુના ગામે એક પાનના ગલ્લા પર દારૂનું વેચાણ થાય છે. તેવી બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી. જ્યાં બુટલેગર પિન્ટુસિહ સોલંકી તેમજ જગતસિંહ સોલંકી નામના ઈસમોએ તેમના માણસોને બોલાવી પોલીસ ઉપર હુમલો કર્યો હતો. જે બનાવમાં પોલીસે બુટલેગર સહિત ૧૨ ઇસમો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો. જે મામલે મંગળવારે દિયોદર ડી.વાય.એસ.પી શિલ્પા ભારાઇ તેમજ દિયોદર પી.આઈ.વી.જે.પ્રજાપતિ સહિત પોલીસ બંદોબસ્ત વચ્ચે મોજરુ જુના ગ્રામ પંચાયત સરપંચ તલાટી મંત્રીની હાજરીમાં બુટલેગરના પાનના ગલ્લા ઉપર બુલડોઝર ફેરવી પાનના ગલ્લાને તોડી પાડી ડિમોલેશન કામગીરી હાથ ધરાઈ હતી જેમાં આરોપીના ઘર અને પાનના ગલ્લામાં ગેરકાયદેસર વીજ કનેક્શન પણ કાપી દેવામાં આવ્યું હતું દિયોદર પોલીસ પર હુમલાના મામલે દિયોદર પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા દારૂનું વેચાણ કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. ગેરકાદેસર દબાણ અને વીજ કનેક્શન દૂર કરવામાં આવ્યું છે : ડી.વાય.એસ.પી આ બાબતે દિયોદર ડી.વાય.એસ.પી શિલ્પા ભારાઇએ જણાવ્યું હતું કે દિયોદરના મોજરુ જુના ગામે બૂટલેગરો દ્વારા પોલીસ ની દારૂની રેડ દરમિયાન પોલીસ ની કામગીરીમાં રુકાવટ કરેલ જે ગુન્હામાં પોલીસે કડક કાર્યવાહી કરી છે. આજે બૂટલેગરોના ગેરકાયદેસર ગલ્લાને તોડી પાડેલ છે અને આરોપીના વીજ કનેક્શન પણ દૂર કરવામાં આવ્યા છે. હાલ ત્રણ આરોપીની અટકાયત થયેલ છે. અન્ય આરોપીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.        

સંબંધિત સમાચાર