રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા16 જાન્યુઆરી, 2026| Super Admin

ડીસામાં કૃષિ મેળાના ગેટ બહારથી બાઇકની ચોરી : અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ દાખલ

ડીસામાં કૃષિ મેળાના ગેટ બહારથી બાઇકની ચોરી : અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ દાખલ

ડીસામાં વાહન ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. શહેરના હવાઈ પિલ્લર ખાતે યોજાયેલ કૃષિ મેળામાં ગયેલા એક જાગૃત નાગરિક અને પત્રકારનું મોટરસાયકલ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી રફુચક્કર થઈ ગયા છે. મળતી માહિતી મુજબ, ડીસાની ક્રિષ્નાવીલા સોસાયટીમાં રહેતા અને વ્યવસાયે પત્રકાર તેમજ હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા ચેતનભાઇ બાબુભાઇ શ્રીમાળી ગત તારીખ ૧૦/૦૧/૨૦૨૬ ના રોજ સવારે ૧૧ વાગ્યાના સુમારે હવાઈ પિલ્લર ખાતે ભરાયેલ કૃષિ મેળામાં ગયા હતા. તેમણે પોતાનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ (મોડલ ૨૦૧૯) જેનો નંબર GJ-08-BR-1641 છે, તે મેળાના મેઈન ગેટની બહાર પાર્ક કર્યું હતું. ​એક કલાક બાદ જ્યારે તેઓ મેળો જોઈને પરત આવ્યા ત્યારે પાર્કિંગ કરેલી જગ્યાએ તેમનું બાઇક જોવા મળ્યું નહોતું. આસપાસના વિસ્તારોમાં અને સંબંધીઓમાં તપાસ કરવા છતાં બાઇકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે કંટાળીને તેમણે આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ બાબતે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અને જાહેર જનતાને પણ  આ નંબરનું બાઇક ક્યાંય જોવા મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અપીલ કરી છે.    

સંબંધિત સમાચાર