રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા27 જૂન, 2026| Super Admin

ઊંઝામાં મોટો ડ્રગ્સ નેટવર્ક પર્દાફાશ: દુકાનમાંથી 1.11 કિલો ગાંજો ઝડપાયો, સગીર સહિત બે ઝડપાયા

ઊંઝામાં મોટો ડ્રગ્સ નેટવર્ક પર્દાફાશ: દુકાનમાંથી 1.11 કિલો ગાંજો ઝડપાયો, સગીર સહિત બે ઝડપાયા

ઊંઝા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી.સોલંકી અને તેમની ટીમે બાતમીના આધારે એ.પી.એમ.સી. ગેટ નંબર ૭ની સામે આવેલા વિસનગર ફાટક પાસે, ફુલેશ્વરી ગેરેજની ઉપર ઉમીયા ભવનના પ્રથમ માળે ભાડાની દુકાનમાં દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન પોલીસને ત્યાંથી મોટી માત્રામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી બે શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર પોલીસ કોન્સ્ટેબલ રોહિતકુમારને ખાનગી રાહે પાકી બાતમી મળી હતી કે અવધેશ રોય નામનો શખ્સ પોતાની કબ્જા ભોગવટાની દુકાનમાં ગાંજાનો જથ્થો રાખીને વેપાર કરી રહ્યો છે. રાત્રે ઉમીયા ભવનની દુકાન નંબર ૨, ૩, ૪ ના હોલમાં દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન દુકાનમાંથી કાળા રંગના થેલામાં રાખેલી પ્લાસ્ટિકની થેલીઓમાંથી શંકાસ્પદ વનસ્પતિજન્ય પદાર્થ મળી આવ્યો હતો. નાર્કોટિક્સ ટેસ્ટ કીટ દ્વારા પરીક્ષણ કરીને આ જથ્થો ઉચ્ચ ગુણવત્તાવાળો ગાંજો હોવાનું પ્રમાણિત કર્યું હતું.  વજન કાંટાથી તોલ કરાવતા ગાંજાનું ચોખ્ખું વજન ૧૧૧૦ ગ્રામ (૧.૧૧ કિલો) આંકવામાં આવ્યું હતું, જેની બજાર કિંમત આશરે રૂ. ૫૦,૫૫૦ થાય છે.

પોલીસે ઘટના સ્થળેથી મુખ્ય અવેશકુમાર રાજેન્દ્ર જયકિશોર રાય (ઉં.વ. ૨૪) અને તેની સાથે હાજર કાયદાના સંઘર્ષમાં આવેલા એક ૧૪ વર્ષના બાળ કિશોર (સગીર)ને ઝડપી પાડ્યો હતો.  પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, અવેશકુમારે પાંચ દિવસ પહેલા ફોન કરીને ગાંજાનો ઓર્ડર આપ્યો હતો. આ જથ્થો કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર બે દિવસ પહેલા જ બિહારના સુપલ જિલ્લાના લલીતગ્રામ ખાતેથી ઊંઝા લાવ્યો હતો.પકડાયેલા સગીરે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે આ માલ તેને બિહારના ડોડરા ગામના નુરૂલ અબ્દુલ (મુસ્લિમ) નામના શખ્સે આપ્યો હતો. રેડ દરમિયાન નુરૂલ અબ્દુલ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી રૂ.૫૦,૫૫૦ની કિંમતનો ગાંજો, રૂ.૪૦,૦૦૦ની કિંમતનો ઓપ્પો રેનો ૧૫સી 5G મોબાઇલ, રૂ. ૪,૦૦૦ની કિંમતનો રિયલમી ૨ પ્રો મોબાઇલ અને રૂ.૪૨૦ની રોકડ મળી કુલ રૂ. ૯૪,૯૭૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ટેગ્સ:#Unjha

સંબંધિત સમાચાર