પાટણમાં ભારત ગેસ એજન્સીનો ડિલિવરી બોય ગેરકાયદેસર ગેસ રિફલીગ કરતાં ઝડપાયો

ડિલિવરી બોય પાસેથી ૨૧ ગેસ સિલિન્ડર અને રિક્ષા જપ્ત કરાઈ; પાટણ એસઓજી પોલીસે શહેરના રોહિત નગર વિસ્તારમાં દરોડો પાડીને ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડ્યું છે. પોલીસે આ કેસમાં ભારત ગેસ એજન્સીના ડિલિવરી બોય આશિષ પરમાર ઉ.વ.૨૬ ની અટકાયત કરી છે. શહેરના પિતાંબર તળાવ નજીક રોહિત નગરમાં એક ખુલ્લી જગ્યામાં સવારે પોલીસે બાતમીના આધારે ઓચિંતી રેડ કરી હતી જે દરમિયાન આરોપી લોખંડની ભૂંગળી વડે કોઈપણ સેફ્ટી સાધનો વિના ગેસ સિલિન્ડરમાં ગેરકાયદેસર રિફિલિંગ કરી રહ્યો હતો.
પોલીસે સ્થળ પરથી રૂ. ૪૨,૦૦૦ની કિંમતના ૨૧ ગેસ સિલિન્ડર અને રૂ. ૧ લાખની કિંમતની લોડિંગ રિક્ષા જપ્ત કરી છે. કુલ રૂ.૧.૪૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી આશિષ પાસે રિફિલિંગનું કોઈ લાયસન્સ કે પરવાનો ન હોય તેની સામે બીએનએસ ૩૧૬(૩), ૨૮૭/૨૮૮ અને જરૂરી ચીજવસ્તુ અધિનિયમની કલમ ૬/૭/૮ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની આગળની તપાસ પાટણ એસઓજી પીઆઈ જે.જી. સોલંકી કરી રહ્યા છે.તો આ મામલે તોલમાપ અધિકારીને જાણ કરાતા તેમણે સ્થળ પર આવીને સિલિન્ડરોનું વજન કર્યું હતું. રિક્ષામાં ૧૨ અને જમીન પરથી ૯ સિલિન્ડર મળી આવ્યા હતા. આ સિલિન્ડરોમાં ગેરકાયદે રિફિલિંગ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તો આ ડિલિવરી બોય પાટણના બગવાડા દરવાજા નજીક આવેલ ભારત ગેસ એજન્સી માં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.
ટેગ્સ:#patan#Patan SOG Police#Accused Arrested#Patan SOG Raid#Illegal Gas Refilling#Local Crime Watch#Bharat Gas Agency Scam#Unsafe Refilling Practices#No Safety Equipment Used#Risk to Public Safety#Hazardous Handling of LPG#Rohit Nagar
સંબંધિત સમાચાર
પાટણપાટણ નગરપાલિકાની ઘોર બેદરકારી: કર્મભૂમિ સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ઉભરાતી ભૂગર્ભ ગટર
3 દિવસ પહેલા
પાટણપોલીસની દાદાગીરી સામે વિરોધ: ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે પાટણમાં યુવકના ધરણાં
3 દિવસ પહેલા
પાટણરાધનપુર પાલિકાનું મોટું અલ્ટિમેટમ: રોડ-ગટરની કામગીરી 90 દિવસમાં પુરી કરવા આદેશ
3 દિવસ પહેલા
પાટણપાટણ ખાણખનીજ વિભાગની મોટી કાર્યવાહી: મૂડવાડામાં ગેરકાયદે ખનન કરતું લોડર અને 5 ટ્રેક્ટર પકડાયા
3 દિવસ પહેલા
