રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા16 મે, 2026| Super Admin

બનાસકાંઠા પોલીસને મોટી સફળતા: ગાડીઓના કાચ તોડી ચોરી કરતી ગેંગ ઝડપાઈ

બનાસકાંઠા પોલીસને મોટી સફળતા: ગાડીઓના કાચ તોડી ચોરી કરતી ગેંગ ઝડપાઈ

અમદાવાદની કુખ્યાત છારા ગેંગના બે શાતિર ઝડપાયા

પાલનપુરના CCTV સર્વેલન્સથી 4 અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલાયો

બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યભરમાં ફોર વ્હીલર વાહનો ના કાચ તોડી ચોરીને અંજામ આપી તરખાટ મચાવનાર ગેંગનો બનાસકાંઠા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે અમદાવાદની કુખ્યાત છારા ગેંગના 2 શાતીરોને ઝડપી લઈ રૂ.2.20 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ રાજ્યભર માં થયેલ ગુનાઓનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ફોર વ્હીલર વાહનોના કાચ તોડી રોકડ રકમ તથા કિંમતી સામાનની ચોરીના બનાવોમાં ચિંતાજનક હદે વધારો નોંધાયો હતો. દાંતા, વડગામ અને પાલનપુર તાલુકા વિસ્તારમાં બનેલા ચાર અલગ અલગ ગુના ઓમાં અજાણ્યા શખ્સો મોટર સાયકલ ઉપર આવી પાર્ક કરેલી કારોના કાચ તોડી રોકડ રકમ અને કિંમતી વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ જતા પોલીસ માટે પડકાર ઉભો થયો હતો.

આ બનાવોને ગંભીરતાથી લઈ બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ એલસીબી પાલનપુરની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ હતી. જે ટીમોએ ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન ઈન્ટેલિજન્સ તથા પાલનપુર નેત્રમ શાખાના CCTV કેમેરાના આધારે તપાસ કરતા અમદાવાદની કુખ્યાત છારા ગેંગના સતીષ લાલીયા ઈન્દ્રેકર, નકુલ રાજુ તમાઈચે, પારસ ઉર્ફે પ્રફુલ ગમંડે અને જયંતી દીદાવાલાની સંડોવણી બહાર આવી હતી.ચોક્કસ બાતમીના આધારે બનાસકાંઠા એલસીબી અને અમદાવાદ ઝોન-4 એલસીબીની સંયુક્ત કામગીરીમાં અમદાવાદમાંથી સતીષ લાલીયા સરપલી ઈન્દ્રેકર (છારા) અને નકુલ રાજુભાઈ તમાઈચે (છારા)ને ઝડપી લેવાયા હતા. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ દાંતા, વડગામ અને પાલનપુર તાલુકા વિસ્તારમાં કારોના કાચ તોડી થયેલી ચોરી ઓની કબૂલાત કરી હતી.

સંબંધિત સમાચાર