રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા20 જાન્યુઆરી, 2026| Super Admin

બનાસકાંઠા પોલીસને મોટી સફળતા : ડીસા અને થરાદના ચોરીના ગુનાઓ ઉકેલાયા, રીઢો તસ્કર ઝડપાયો

બનાસકાંઠા પોલીસને મોટી સફળતા : ડીસા અને થરાદના ચોરીના ગુનાઓ ઉકેલાયા, રીઢો તસ્કર ઝડપાયો

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના અને ડીસા રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ડીસા રૂરલ પોલીસે ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. પોલીસે બાતમીના આધારે બનાસ નદીના પટ પાસે શકમંદ હાલતમાં ઉભેલા એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે હિતેશપુરી ઉર્ફે એકશન બાબુપુરી ગૌસ્વામી (ઉ.વ. ૨૩, રહે. વંદના બંગ્લોઝ, ડીસા) નામના શખ્સની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ આરોપી વિરુદ્ધ બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અગાઉ ૨૦ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આરોપીની પૂછપરછમાં ડીસા રૂરલ, ડીસા શહેર દક્ષિણ અને થરાદ વિસ્તારમાં થયેલી ચોરીઓની કબૂલાત થઈ છે. પાલનપુર હાઈવે પરના ગોડાઉનમાંથી લોખંડના દરવાજા અને ફુવારાની પાઈપોની ચોરી તેમજ ડીસાની આકાશવિલા અને સુખદેવનગર સોસાયટીમાં થયેલી સોના-ચાંદીના દાગીનાની ચોરી.તેમજ  થરાદના રાજપૂત છાત્રાલય પાસે આવેલી સોસાયટીમાં મકાન ચોરી આમ ​પોલીસે આરોપી પાસેથી ₹૧૨,૦૦૦ની કિંમતના લોખંડના દરવાજા/પાઈપ તથા ₹૭૦,૦૦૦ની કિંમતનું ૮.૧૪૦ મિલીગ્રામ સોનું રિકવર કર્યું છે. હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.    

સંબંધિત સમાચાર