રખેવાળ
બ્રેકિંગ
બનાસકાંઠા3 સપ્ટેમ્બર, 2025| Super Admin

અંબાજી દૂર હે જાના જરૂરી હૈ : બનાસકાંઠા જિલ્લાના માર્ગો પદ યાત્રિકોથી છલકાયા

અંબાજી દૂર હે જાના જરૂરી હૈ : બનાસકાંઠા જિલ્લાના માર્ગો પદ યાત્રિકોથી છલકાયા
માં જગતજનની ના ધામ નિકટના લીલાછમ ડુંગરોથી ઘેરાયેલા માર્ગો પદયાત્રીઓથી ભરચક બન્યા યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં લાખો માઇ ભક્તો પદયાત્રા કરી અંબાજી ધામ પહોંચી રહ્યા છે ત્યારે વિવિધ માર્ગો પર ભાવિકોની મેદની ઉમટી પડતા યાત્રાધામના તમામ માર્ગો ચિક્કાર જોવા મળી રહ્યા છે ૧ સપ્ટેમ્બર થી પ્રારંભ થયેલો મહા મેળો ના ત્રીજા દિવસે અંબાજીના માર્ગો માઈભક્તોથી ચક્કાર જોવા મળ્યા હતા. અંબાજી ધામ અને દાંતા તથા હડાદથી અંબાજી તરફના માર્ગો પર પગપાળા સંઘ અને પદયાત્રીઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉપરાંત ગબ્બર ખાતે અને કામાક્ષી મંદિર અને ૫૧ શક્તિપીઠના દર્શન માટે પણ ભાવિકોની મોટી ભીડ જોવા મળી હતી  રાત્રિ દરમિયાન અંબાજી મંદિર રોશનીથી ઝગમગી ઉઠતા જાણે સ્વર્ણ જડીત શિખર સોળે કળાએ ખીલ્યું હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. બુધવાર ના ભાવિકોનો અવિરત પ્રવાહ જારી રહેતા મંદિર પરિસરના કાઉન્ટર પરથી દિવસ દરમિયાન ૩.૩૫ લાખ મોહનથાળ પ્રસાદના પેકેટનું વેચાણ થવા પામ્યું હતું આ ઉપરાંત ૩.૭૧ લાખ યાત્રિકોની સંખ્યા નોંધાઈ હતી જેમાંથી ઉખડ ખટોલા માં ૯૯૫૩ યાત્રી કોઈ લાભ લીધો હતો અને બસ ની ૪૩૩ ટ્રીપો માં વધારો ૨૨૫૫૧ મુસાફરોએ બસમાં મુસાફરી કરી હતી ૧૪૦ પદયાત્રીકો ધજા રોહન કર્યું હતું જ્યારે ૪૬૫૭૯ માતાજીના દેવતા ટ્રસ્ટના ભોજનાલયમાં ભોજન પ્રસાદનો લાભ લીધો હતો ત્યારે ભંડારા ગાદી પર રૂપિયા ૨૯.૪૪ લાખ આવક થવા પામી હતુ.    
  • Beta
Beta feature

સંબંધિત સમાચાર