રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા26 ઑગસ્ટ, 2026| Super Admin

ડીસા રેલવેનો ક્લાર્ક તત્કાલ ટિકિટના નામે રૂ.૫૦૦ ની લાંચ લેતો ઝડપાયો

ડીસા રેલવેનો ક્લાર્ક તત્કાલ ટિકિટના નામે રૂ.૫૦૦ ની લાંચ લેતો  ઝડપાયો

બનાસકાંઠા જિલ્લા એસીબી ટીમનું સફળ ઓપરેશન

બનાસકાંઠા જિલ્લાના ડીસા રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસમાં તત્કાલ ટિકિટના રિઝર્વેશન માટે લાંચ માગવાનો મામલો સામે આવતા બનાસકાંઠા એસીબીએ છટકું ગોઠવી રેલવેના ચીફ બુકિંગ ક્લાર્કને રૂ.૫૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

મળતી વિગતો મુજબ, એક જાગૃત નાગરિક દિલ્હી જવાની તત્કાલ ટિકિટનું રિઝર્વેશન કરાવવા ડીસા રેલવે સ્ટેશન ગયા હતા. આ દરમિયાન સુરેશકુમાર રામુજી સોલંકી (ચીફ બુકિંગ ક્લાર્ક વર્ગ-3, ડીસા રેલવે સ્ટેશન) એ તત્કાલ રિઝર્વેશન કરવાના બદલામાં ફરિયાદી પાસે રૂ.૫૦૦ ની લાંચની માંગણી કરી હોવાનો આક્ષેપ છે.લાંચ આપવી ન પડે તે માટે ફરિયાદીએ એસીબીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર સંપર્ક કરી બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટેશન, પાલનપુર ખાતે ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદના આધારે એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું .

છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી રૂ.૫૦૦ ની લાંચની માંગણી કરી સ્વીકારી લેતા જ એસીબીની ટીમે તેને સ્થળ પર જ ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી લાંચની રૂ.૫૦૦ ની રકમ રિકવર કરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહી ડીસા રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસ ખાતે કરવામાં આવી હતી.ટ્રેપનું ઓપરેશન બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એસ. ચૌધરી તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર