રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા26 ઑગસ્ટ, 2026| Super Admin

ઉત્તર ગુજરાત મંડપ, લાઈટ અને સાઉન્ડ એસોસિએશન દ્વારા બે દિવસીય એક્સ્પો સમિટ

ઉત્તર ગુજરાત મંડપ, લાઈટ અને સાઉન્ડ એસોસિએશન દ્વારા બે દિવસીય એક્સ્પો સમિટ

અંબાજી ખાતે બનાસકાંઠા ડેકોર સમીટ -૨૦૨૬ નું આયોજન

બનાસકાંઠા જિલ્લા મંડપ, લાઈટ અને સાઉન્ડ એસોસિએશન  બી. કે. એક્સ્પો સમિટ-2026 નું બે દિવસીય ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે 26 ઓગસ્ટ સુધી ચાલશે,  આ સમિટમાં મંડપ, લાઈટ, સાઉન્ડ સહિતના રાજ્ય નહીં પણ દેશના વિવિધ રાજ્યોમાં મંડપ અને ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ અને વ્યવસાયિકોને એક મંચ પર જોવા મળ્યા હતા. સમિટનું ઉદ્ઘાટન તથા દીપ પ્રાગટ્ય  મુખ્ય અતિથિ મંડપ હાયરર્સ ઇલેક્ટ્રિકલ એસોસિએશન, ગુજરાતના પ્રમુખ જગદીશભાઈ પરમાર, મંત્રી રાજુભાઈ અમીનના હસ્તે કરવામાં આવ્યું હતું.

45.jpg 193.84 KB
આ એક્સ્પો સમિટનો મુખ્ય ઉદ્દેશ વ્યવસાયિક વિકાસ, નવી તકો, નવી ટેકનોલોજી અને મૂલ્યવાન નેટવર્કિંગ દ્વારા મંડપ, લાઈટ અને સાઉન્ડ ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યવસાયોને નવી દિશા આપવાનો છે. આયોજકોના જણાવ્યા મુજબ, સમિટ વ્યવસાયિકો માટે નવા વિચારો, નવી તકો અને ભવિષ્યના વિકાસ માટે મહત્વપૂર્ણ મંચ સાબિત થશે.તેમ હીરાભાઈ પંડ્યા (પ્રમુખ ઉત્તર ગુજરાતમંડપ-લાઈટ-સાઉન્ડ એસોસિએશન- પાલનપુર) એ જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મંડપ અને લાઈટ ડેકોરેશનનું કામ કરતા વેપારીઓએ જણાવ્યું હતું કે આગામી સમયમાં લગ્નની સીઝન આવી રહી છે ત્યારે લોકો લગ્ન પ્રસંગે લગ્ન મંડપમા નવીનતાની ડિમાન્ડ કરતા હોય છે ત્યારે આજે માત્ર ગુજરાતને પણ અનેક રાજ્યોમાંથી અહીંયા અનેક વેરાઇટીસ લગ્નને લગતી જોવા મળી રહી છે અને કોઈને બહાર ન જવું પડે અને એક જ સ્થળેથી બધાને વેરાઇટીસ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી ખાતે યોજાયેલા આ એક્સ્પો સમીટ 2026 માં 100 ઉપરાંત વિવિધ વેરાઈટીઝ વાળા લાઈટ ડેકોરેશન મંડપ તેમજ લગ્નને લગતી અન્ય સામગ્રીના સ્ટોલો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર