રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા20 જૂન, 2025| Super Admin

વિમાન દુર્ઘટનામાં પતિ બાદ આજે પત્નીનો મૃતદેહ વતન લવાયો

વિમાન દુર્ઘટનામાં પતિ બાદ આજે પત્નીનો મૃતદેહ વતન લવાયો

ગતરોજ પતિ બાદ આજે પત્નીની અંતિમ વિધિ કરાઈ; અમદાવાદ વિમાન  દુર્ઘટનામાં પાલનપુરનું ઠક્કર દંપતિ કાળનો કોળિયો બન્યું હતું. ત્યારે ગત રોજ પતિ બાદ આજે પત્નીના મૃતદેહને પણ માદરે વતન પાલનપુર લવાયો હતો. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાલનપુરનું ઠક્કર દંપતિ પણ દુર્ઘટનાનો ભોગ બન્યું હતું. અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાનમાં પાલનપુરના લાભુબેન અને રમેશભાઈ ઠક્કર પણ પોતાના દિકરાને મળવા લંડન જઇ રહ્યા હતા. જોકે, પ્લેન ક્રેશ થતા તેઓ પણ કાળનો કોળિયો બન્યા હતા. ત્યારે ગઈકાલે મૃતક રમેશભાઈ ઠક્કરનો મૃતદેહ પાલનપુરની લક્ષ્મણ ટેકરી ખાતે તેમના નિવાસ્થાને લવાયો હતો. જ્યારે આજે તેઓની પત્ની લાભુબેન ઠક્કરનો મૃતદેહ પણ પાલનપુર લાવવામાં આવ્યો હતો. જ્યાં તેઓની અંતિમ વિધિ કરાઈ હતી. એક સપ્તાહ બાદ ઠક્કર દંપતિના મૃતદેહ વતનમાં આવતા સમગ્ર નગરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતકની અંતિમ યાત્રા માં સગા સંબંધી સહિત પાલનપુર ના નાગરિકોએ જોડાઈને મૃતકને અશ્રુભરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

સંબંધિત સમાચાર