રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ15 મે, 2026| Super Admin

તંત્રની નિષ્કાળજી: પાટણના દુખવાડામાં ક્ષતિગ્રસ્ત ગટર લાઇનને કારણે સ્થાનિકોમાં ભારે રોષ

તંત્રની નિષ્કાળજી: પાટણના દુખવાડામાં ક્ષતિગ્રસ્ત ગટર લાઇનને કારણે સ્થાનિકોમાં ભારે રોષ

દુખવાડાના રહીશોની ઉગ્ર માંગ સાથે પાલિકાએ તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ કર્યું

પાટણ શહેરના દુખવાડા વિસ્તારમાં GUDC દ્વારા નવી પાઇપલાઇન નાખવાની કામગીરી દરમિયાન જૂની ભૂગર્ભ ગટર લાઇન ક્ષતિગ્રસ્ત થઈ હતી આના કારણે સમગ્ર વિસ્તારમાં ગટર ચોકઅપ થવાની ગંભીર સમસ્યા સર્જાઈ હતી.જે સમસ્યા ના નિરાકરણ માટે વિસ્તાર ના રહીશોએ ઉગ્ર માંગ કરતા નગરપાલિકાની ટીમે ત્રણ દિવસની જહેમત બાદ આ સમસ્યાનું નિરાકરણ લાવી રિપેરિંગ કામગીરી પૂર્ણ કરતા વિસ્તારના લોકોએ રાહત અનુભવી હતી.

આ ઘટના મોટા બહુચર માતાજીના મંદિર પાસે બની હતી, જ્યાં GUDC દ્વારા પાઇપલાઇન નાખવામાં આવી રહી હતી.આ કામગીરી દરમિયાન જૂની ગટર લાઇન તૂટી જતાં ગટરનું પાણી બ્લોક થઈ ગયું હતું, જેનાથી સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.સ્થાનિક કોર્પોરેટરએ આ બાબતે પાટણ નગરપાલિકાને જાણ કરી હતી. નગરપાલિકાના ભૂગર્ભ ગટર વિભાગના સુપરવાઇઝર અને તેમની ટીમે સ્થળ પર તપાસ કરતા GUDCની કામગીરી દરમિયાન લાઇનને નુકસાન થયું હોવાનું માલૂમ પડ્યું હતું. પાલિકાની ટીમે જેસીબી અને અન્ય સાધનોની મદદથી સતત ત્રણ દિવસ સુધી કામ કરીને ક્ષતિગ્રસ્ત લાઇનનું સમારકામ કર્યું હતું.પાલિકા દ્વારા સમસ્યાનું નિરાકરણ લવાતાં રહીશોએ રાહત અનુભવી હતી.

ટેગ્સ:#patan#Administration

સંબંધિત સમાચાર