ખેડબ્રહ્મા શહેરના લક્ષ્મીપુરા ચારરસ્તા પાસે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સ્ટેટ હાઈવે પર કાર નંબર GJ09BH2512 અને એકટીવા વચ્ચે થયેલી ટક્કરમાં કુલ ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં ઇડરના રહેવાસી રવિ સુથાર અને લક્ષ્મીપુરાના સાગર પંચાલનો સમાવેશ થાય છે. બંનેને તાત્કાલિક ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના ડોક્ટરોએ તેમને પ્રાથમિક સારવાર આપી હતી. જોકે, વધુ ઇજાઓને કારણે બંનેને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.આ અકસ્માતમાં લક્ષ્મીપુરા ગામના નિવાસી મિહિર જોશીને પણ ઓછી-વત્તી ઇજાઓ થઈ હતી. તેમને ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી અને સારવાર બાદ રજા આપવામાં આવી હતી.
ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ચારરસ્તા પાસે અકસ્માત સર્જાયો : ત્રણ ઘાયલ

સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠાના વદરાડ ખાતે ૭૭મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી
16 કલાક પહેલા
સાબરકાંઠાઈડરના રાણી તળાવમાં નહાવા પડેલો યુવક પાણીમાં ડૂબ્યો
1 દિવસ પહેલા
સાબરકાંઠાવિજયનગરના દઢવાવ ગામે મહુવા અને મીઠડી ફળિયા માટે ડામર રોડ મંજૂર કરવા પંચાયત દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત
2 દિવસ પહેલા
સાબરકાંઠામેઘરજમાં ૭૭મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી: અરવલ્લીમાં ૩૫ લાખ રોપા વાવવાનું લક્ષ્ય
4 દિવસ પહેલા
