રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા26 જૂન, 2026| Super Admin

ડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું

ગઢ પોલીસે ડીસા હાઇવે ઉપરથી લાખો રૂપિયાના ઘાતક ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની અટકાયત કરીને નશાના નેટવર્ક પર મોટો પ્રહાર કર્યો છે.મળતી વિગત અનુસાર, ગઢ પોલીસને હાઇવે પરથી નશીલા પદાર્થો પસાર થવાના હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ડીસા હાઇવે પર આવેલા મોટા ગામના પાટિયા પાસે સઘન વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક શખ્સને અટકાવીને જ્યારે તેની તલાશી લેવામાં આવી, ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપી પાસેથી ત્રણ અલગ-અલગ પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી હતી, જેમાંથી ૧૦ ગ્રામ ૧૦૦ મિલિગ્રામ બ્રાઉન હેરોઇન, ૬ ગ્રામ ૪૯૦ મિલિગ્રામ મેફેડ્રોન એટલે કે MD ડ્રગ્સ અને ૨ ગ્રામ ૬૨૦ મિલિગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કરાયો છે. પોલીસે ડ્રગ્સ સહિત કુલ ૫ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસ પકડમાં આવેલા આ આરોપીની ઓળખ કુંભલમેર ગામના વતની અને હાલ ડીસા ખાતે રહેતા રમેશકુમાર ઉર્ફે પિન્ટુ શાંતિલાલ ઠક્કર તરીકે થઈ છે. પોલીસે આરોપીની અટકાયત કરીને તેની સામે ગુનો નોંધી આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને કોને સપ્લાય કરવાનું હતું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર