રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા27 જૂન, 2026| Super Admin

વિજયનગરમાં મહુડાની બમ્પર સીઝન: બજારમાં રેકોર્ડબ્રેક આવકથી આદિવાસીઓ ખુશખુશાલ

વિજયનગરમાં મહુડાની બમ્પર સીઝન: બજારમાં રેકોર્ડબ્રેક આવકથી આદિવાસીઓ ખુશખુશાલ

વિજયનગર અંતરિયાળ વિસ્તાર ગણાતા વિજયનગર તાલુકામાં આ વર્ષે મહુડાના બીજનું ઉત્પાદન વિક્રમી સપાટીએ પહોંચ્યું છે. આ અંગેની સંપૂર્ણ માહિતી વિજયનગર તાલુકાના ભાખરા ગામના દિલીપભાઈ ભગોરાએ આપી હતી. તેમને પણ મહુડામાંથી સારી આવક થઈ છે અને ઇન્કમમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. સત વરસાદ અને અનુકૂળ હવામાનને કારણે ઉપજમાં વધારો થતાં આદિવાસી બહુલ્ય વિસ્તારોમાં આનંદની લહેર જોવા મળી રહી છે.

સ્થાનિક ખેડૂતો અને વનસંપદા પર નિર્ભર આદિવાસી પરિવારો માટે મહુડાનું બીજ રોકડિયા પાક સમાન છે. આ વખતે ઝાડ દીઠ બીજનું પ્રમાણ વધુ રહેતાં ગામડાઓમાં તહેવાર જેવો માહોલ છે. લોકો સવારથી જંગલ અને વાડીમાંથી બીજ એકત્રિત કરવામાં વ્યસ્ત બન્યા છે.

બજાર ભાવમાં તેજી  

હાલ બજારમાં મહુડાના બીજનો ભાવ 20 કિલોએ ₹1000ની આસપાસ બોલાઈ રહ્યો છે. ગયા વર્ષની સરખામણીએ ભાવમાં સ્થિરતા હોવાથી ખેડૂતોને યોગ્ય આવક મળી રહી છે. વેપારીઓ પણ મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા હોવાથી વેચાણની કોઈ મુશ્કેલી નથી. 

ઉપયોગીતા વધી  

મહુડાના બીજમાંથી નીકળતું તેલ ગ્રામીણ વિસ્તારોમાં રસોઈમાં વપરાય છે. ઉપરાંત આયુર્વેદિક દવાઓ, સાબુ અને કોસ્મેટિક ઉત્પાદનોમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે. માંગ વધતાં તેલની કિંમતમાં પણ સુધારો નોંધાયો છે.

વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, મહુડાની વનસંપદા આદિવાસી અર્થતંત્રનો મહત્વનો આધાર છે. આ વર્ષે સારું ઉત્પાદન થવાથી સ્થાનિક રોજગારી અને આવક બંનેમાં વધારો થયો છે. વિજયનગરના આદિવાસી ખેડૂતો માટે આ વર્ષે મહુડાએ "લીલો દુકાળ" મટાડી દીધો છે તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે.

ટેગ્સ:#sabarkantha

સંબંધિત સમાચાર