રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા5 ઑગસ્ટ, 2026| Super Admin

સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ‘મહિલા નેતૃત્વ દિવસ’ની ભવ્ય ઉજવણી કરાઈ

સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ‘મહિલા નેતૃત્વ દિવસ’ની ભવ્ય ઉજવણી કરાઈ

વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ મહિલાઓનું સન્માન કરાયું

સાબરકાંઠા જિલ્લામાં‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહ નિમિત્તે જિલ્લા પંચાયત કચેરીના સભાખંડ, સાબરકાંઠા ખાતે ‘મહિલા નેતૃત્વ દિવસ’ની  ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રીનાબેન પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.

અધ્યક્ષીય સ્થાનેથી સંબોધન કરતાં જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલે જણાવ્યું હતું કે, આજના ઝડપી ટેક્નોલોજીના યુગમાં નેતાએ માત્ર જ્ઞાનવાન જ નહીં, પરંતુ સંવેદનશીલ, જવાબદાર અને નવીન વિચારસરણી ધરાવતો હોવો જરૂરી છે. પર્યાવરણ રક્ષણ, સામાજિક એકતા, મહિલા સશક્તિકરણ, શિક્ષણ પ્રસાર અને ડિજિટલ જાગૃતિ જેવા ક્ષેત્રોમાં યુવા નેતૃત્વની ભૂમિકા અત્યંત મહત્વની છે. આ કાર્યક્રમમાં સામાજિક અગ્રણી કું. કૌશલ્યા કુંવરબાએ જણાવ્યું હતું  કે, નેતૃત્વ એટલે માત્ર હોદ્દો કે સત્તા નથી, પરંતુ લોકોનો વિશ્વાસ જીતીને સમાજને સાચી દિશા આપવી તે છે. સાચો નેતા મુશ્કેલ સમયમાં હિંમત હાર્યા વગર સૌને સાથે લઈને સામાજિક કાર્ય કરે છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલે પણ બાલિકા પંચાયતની દીકરીઓને પ્રેરણાદાયી ઉદબોધન આપી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ ઉજવણી અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની અગ્રેસર મહિલા સરપંચોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પશુપાલન ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર મહિલાઓનું અભિવાદન કરાયું હતું. તથા બાલિકા પંચાયતની દીકરીઓને પ્રોત્સાહક કિટ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલા સરપંચો, બાલિકા પંચાયતની સભ્યો સહિત DHEW, OSC, PBSC અને ૧૮૧ અભયમ ટીમની બહેનો અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા સદસ્યઓ,નાયબ જિલ્લા અધિકારી,જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ. પ્રજ્ઞાબેન ત્રિવેદી તથા જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી પી.આર.પટેલ સહિત વિવિધ ગામોના સરપંચઓ તેમજ બાલિકા પંચાયતની દીકરીઓ ઉપસ્થિત રહી હતી.

ટેગ્સ:#sabarkantha

સંબંધિત સમાચાર