રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય22 જૂન, 2026| Super Admin

બ્રિટન PM કીર સ્ટાર્મરનું રાજીનામું! 10 વર્ષમાં પદ છોડનારા 6ઠ્ઠા વડાપ્રધાન!

બ્રિટન PM કીર સ્ટાર્મરનું રાજીનામું! 10 વર્ષમાં પદ છોડનારા 6ઠ્ઠા વડાપ્રધાન!

બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે પીએમ પદ અને લેબર પાર્ટીના નેતા પદ પરથી અચાનક રાજીનામું આપીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. 10 ડાઉનિંગ સ્ટ્રીટની બહાર દેશને સંબોધન કરતા સ્ટાર્મરે સ્વીકાર્યું કે, લેબર પાર્ટીને હવે એવું નથી લાગતું કે તેઓ આગામી ચૂંટણીમાં નેતૃત્વ કરવા માટે યોગ્ય વ્યક્તિ છે. આ જાહેરાત સાથે જ બ્રિટનમાં રાજકીય અસ્થિરતા વધુ ઘેરી બની છે.

આપને જણાવી દઈએ કે, ૨૦૨૪માં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતી અપાવનાર કીર સ્ટાર્મરની લોકપ્રિયતા છેલ્લા કેટલાક મહિનાઓથી સતત ઘટી રહી હતી. મોંઘવારી, જીવનધોરણમાં સુધારો કરવામાં નિષ્ફળતા અને અવારનવાર લીધેલા નીતિગત યુ-ટર્નને કારણે પાર્ટીની અંદર જ તેમની સામે અસંતોષની જવાળાઓ ભભૂકી ઉઠી હતી. બ્રિટિશ રાજકારણમાં આ કોઈ નવી વાત નથી. કીર સ્ટાર્મર છેલ્લા ૧૦ વર્ષમાં પોતાનો કાર્યકાળ પૂરો કર્યા વિના જ પદ છોડનારા છઠ્ઠા બ્રિટિશ વડાપ્રધાન બન્યા છે. તેમની પહેલા ડેવિડ કેમરન, થેરેસા મે, બોરિસ જોન્સન, લિઝ ટ્રસ અને ઋષિ સુનકે પણ અધવચ્ચે જ ગાદી છોડવી પડી હતી.

કીર સ્ટાર્મરે સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી આગામી વડાપ્રધાનની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ કાર્યવાહક પીએમ તરીકે રહેશે અને આ અંગે તેમણે બ્રિટિશ કિંગ સાથે પણ વાત કરી લીધી છે. બીબીસીના અહેવાલ મુજબ, આ રેસમાં એન્ડી બર્નહેમ સૌથી આગળ ચાલી રહ્યા છે, જેમણે તાજેતરમાં જ મેકરફિલ્ડ પેટાચૂંટણી જીતીને સંસદમાં ધમાકેદાર વાપસી કરી છે. પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી વેસ સ્ટ્રીટિંગ પણ દાવેદારી નોંધાવી શકે છે.

સંબંધિત સમાચાર