રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા18 ફેબ્રુઆરી, 2025| Super Admin

ઊંઝામાં અકસ્માતની ઘટના ગાડીએ પાછળથી ટક્કર મારતાં ત્રણ લોકોને ઈજા

ઊંઝામાં અકસ્માતની ઘટના ગાડીએ પાછળથી ટક્કર મારતાં ત્રણ લોકોને ઈજા

મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં અકસ્માતની ઘટના સામે આવી છે. વણાગલા રોડ પર વિશ્વકર્મા મંદિર નજીક એક પરિવાર એક્ટિવા પર જઈ રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવેલી એક ગાડીએ પાછળથી ટક્કર મારતાં ત્રણ લોકોને ઈજાઓ થઈ હતી. મહેસાણા તાલુકાના મોટીદાઉ ગામના ભાથીજી ઉદાજી ઠાકોર તેમની પત્ની જ્યોત્સનાબેન અને ભાણી સોનલ સાથે ઊંઝામાં સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપ્યા બાદ વણાગલા રોડ પરથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યા વાહન ચાલકે તેમના એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણેય વ્યક્તિઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઊંઝા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ભાથીજી ઠાકોરની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતાં ઊંઝા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

સંબંધિત સમાચાર