ડીસામાં ગોપાલ ઈટાલિયા પર હુમલાનો આપ દ્વારા વિરોધ

કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે કડક કાર્યવાહીની માંગ
ગુજરાતમાં આમ આદમી પાર્ટી (આપ) ના નેતા ગોપાલ ઈટાલિયા પર થયેલા હુમલાના મામલે સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, ત્યારે તેના પડઘા બનાસકાંઠાના મુખ્ય મથક ડીસામાં પણ જોવા મળ્યા હતા. ડીસા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આજે શહેરના બગીચા સર્કલ ખાતે એકઠા થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું. 'આપ' દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે, ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર હુમલો કરનારા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ સામે પોલીસે તાત્કાલિક અને કાયદેસરની કડક કાર્યવાહી કરવી જોઈએ. 'આપ'ના નેતાઓએ આ ઘટનાને લોકશાહી પરનો હુમલો ગણાવી, વિરોધ પક્ષના નેતાઓને ડરાવવાનો અને દબાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.આ વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાઓએ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા.
પ્રદેશ કાર્યકારી પ્રમુખ ડો.રમેશભાઈ પટેલ,લોકસભા પ્રમુખ વિજય દવે અને શહેર મંત્રી રવિભાઈ દેવાણી આ ત્રણેય નેતાઓએ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, "ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ એકબીજા સાથે મળીને ગઠબંધન હેઠળ કામ કરી રહ્યા છે. જે રીતે વિપક્ષના ધારાસભ્ય પર સરાજાહેર હુમલો કરવામાં આવે છે, તે દર્શાવે છે કે આ બંને પક્ષો રાજ્યમાં ગુંડાગીરીનું રાજ સ્થાપવા માંગે છે. શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા નેતા પર હુમલો એ લોકશાહીનું ગળું દબાવવા સમાન છે, જે 'આપ' ક્યારેય ચલાવી લેશે નહીં."આપ'ના કાર્યકર્તાઓએ હુમલાખોરો સામે કડક કાયદાકીય પગલાં લેવાય નહીં ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં 'આપ'ના કાર્યકર્તાઓ જોડાયા હતા અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુરના જગાણામાં રીંછ દેખાતા ફફડાટ; વન વિભાગે ભારે જહેમત બાદ રીંછને ઝડપ્યું
3 દિવસ પહેલા
બનાસકાંઠાજણસીની આવક : ડીસા માર્કેટયાર્ડોમાં ઉનાળુ સીઝનની નવી બાજરીની આવક શરૂ
3 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા : કુંભલમેર પાસે SOGનો સપાટો, કારમાંથી બે ગેરકાયદેસર બંદૂક સાથે શખ્સો ઝડપાયા
3 દિવસ પહેલા
બનાસકાંઠાબુટલેગરોમાં ફફડાટ ! લાખણીના ગોઢા ફાટક પાસે પોલીસનો દરોડો, લાખોનો દારૂ ઝડપાયો
3 દિવસ પહેલા
